HomeAllઓપરેશન સિંદુર ફિલ્મનાં ટાઇટલને મળી લીલી ઝંડી

ઓપરેશન સિંદુર ફિલ્મનાં ટાઇટલને મળી લીલી ઝંડી

મુંબઇ : ’ઓપરેશન સિંદૂર’ના એક વર્ષ પૂર્ણ થવા પર હવે ઈંખઙઙઅ માં ’ઓપરેશન સિંદૂર’ ટાઇટલ રજિસ્ટર થઈ ગયું છે. ગયા વર્ષે ’ઓપરેશન સિંદૂર’ બાદ તમામ ફિલ્મ નિર્માતાઓમાં આ ટાઇટલ રજિસ્ટર કરાવવાની સ્પર્ધા શરૂ થઈ ગઈ હતી.

જાણકારોના મતે ફિલ્મોનાં ટાઇટલ રજિસ્ટર કરનારી સંસ્થા ઇન્ડિયન મોશન પિક્ચર્સ પ્રોડ્યુસર્સ એસોસિએશન (IMPPA) પાસે ’ઓપરેશન સિંદૂર’ અને તેને મળતા આવતાં ટાઇટલ માટે આશરે 150 ફિલ્મોની અરજીઓ આવી હતી.

સૂત્રોના જણાવ્યાં મુજબ, ઓપરેશન સિંદૂરના એક વર્ષ પૂરા થવા પર હવે ઈંખઙઙઅ માં ’ઓપરેશન સિંદૂર’ ટાઇટલ રજિસ્ટર થઈ ગયું છે. માનવામાં આવી રહ્યું છે કે ટાઇટલને મંજૂરી મળ્યાં બાદ આ ફિલ્મ પર ટૂંક સમયમાં કામ શરૂ થશે. આ પહેલાં ઓપરેશન સિંદૂર પર અત્યાર સુધી અન્ય બે ફિલ્મો પર કામ શરૂ થઈ ચૂક્યું છે, પરંતુ તેમનાં નામ સામે આવ્યાં નથી. ઓપરેશન સિંદૂર પર જે બે ફિલ્મો બની રહી છે, તેમાંથી પહેલી ડાયરેક્ટર વિવેક રંજન અગ્નિહોત્રીની છે.

આ ફિલ્મ લેફ્ટનન્ટ જનરલ (રિટાયર્ડ) જેએસ ’ટાઈની’ ધિલ્લોનના પુસ્તક ’ઓપરેશન સિંદૂર: ધ અનટોલ્ડ સ્ટોરી ઓફ ઇન્ડિયાઝ ડીપ સ્ટ્રાઇક્સ ઇનસાઇડ પાકિસ્તાન’ પર આધારિત હશે. ચર્ચા છે કે આ ફિલ્મમાં લીડ રોલ માટે વરુણ ધવનનો સંપર્ક કરવામાં આવ્યો છે.

તો બીજી તરફ ’શેરશાહ’ ફેમ ડાયરેક્ટર વિષ્ણુ વર્ધનની ’ધ ટેરર રિપોર્ટ’ છે. સૂત્રો જણાવે છે કે આ ફિલ્મ ગયા વર્ષે પહેલગામમાં થયેલા આતંકી હુમલા પર આધારિત હશે. આ ફિલ્મની સ્ક્રિપ્ટ પર કામ ચાલી રહ્યું છે.

ટાઇટલ રજિસ્ટ્રેશન માટે આવે છે અનેક અરજીઓ ફિલ્મ ઇન્ડસ્ટ્રીનાં જાણકારોનું કહેવું છે કે જ્યારે પણ કોઈ મોટી ઘટના બને છે ત્યારે તમામ ફિલ્મમેકર્સમાં તેનાથી જોડાયેલા ટાઇટલ રજિસ્ટર કરાવવાની સ્પર્ધા શરૂ થતી હોય છે. જોકે તેમાંથી અમુક જ લોકો ખરેખર તે વિષય પર ફિલ્મ બનાવી શકે છે.

એક ટ્રેડ એક્સપર્ટ કહે છે, ’જ્યારે પણ કોઈ મોટી ઘટના બને છે, ત્યારે તમામ નિર્માતાઓ તેનાથી જોડાયેલું નામ રજિસ્ટર કરાવવા માટે અરજી આપે છે. આ હવે દરેક વખતની પેટર્ન બની ગઈ છે, પછી ભલે તે પુલવામા એટેક હોય કે ઓપરેશન સિંદૂર.

પરંતુ તેમાંથી મોટાભાગનાં એવા હોય છે જેઓ પાછળથી ફિલ્મ પર કામ જ શરૂ કરી શકતાં નથી. ત્યાં સુધી કે કેટલાક લોકો તો પોતાની પબ્લિસિટી માટે પણ ટાઇટલ રજિસ્ટર કરાવે છે. પરંતુ બહુ ઓછી ફિલ્મો હોય છે જેનું શૂટિંગ શરૂ થઈ શકે છે, કારણ કે જ્યારે મામલો ઠંડો પડી જાય છે ત્યારે ફિલ્મમેકરનો ઉત્સાહ પણ ઠંડો પડી જાય છે.’

RELATED ARTICLES

Most Popular

Recent Comments