
મોરબી-જેતપર રોડ ઉપર આવેલ ટાઈટેનીયમ વિટ્રિફાઈડ કારખાનામાં કામ કરતા યુવાનના 8 વર્ષના બાળકને કૂતરાએ બચકા ભરીનલીધા હતા જેથી તને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ટૂં કી સારવાર દરમિયાન તે માસુમ બાળકનું મોતની પછી હતું

મોરબીના જેતપર રોડ ઉપર આવેલ ટાઈટેનિયમ સિરામિક કારખાનામાં રહેતા અને કામ કરતા કૃપાલભાઈ માલવિયાના 8 વર્ષીય પુત્ર કૃણાલ કૃપાલભાઈ માલવિયાને રખડતા શ્વાનોએ બચકા ભરી લીધા હતા જેથી કરીને ઈજા પામેલા બાળકને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા

અને ત્યાં ટૂંકી સારવાર દરમિયાન તે બાળકનું મોતનીપજ્યુ હતુ વધુમાં બનાવની તપાસ કરી રહેલા ફિરોજભાઈ સુમરા સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે કૃપાલભાઈ તેના પત્ની અને બાળક સાથે લેબર કોલોની પાસે બહારના ભાગે સુતા હતા ત્યારે રાત્રિના સમયે તેના દીકરા કૃણાલ ને કુતરા ઢસડીને કોલોનીની પાછળના ભાગે લઈ ગયા હતા અને ત્યાં તેને શરીર ઉપર એકથી વધુ બટકા ભરી લેવામાં આવ્યા હતા

જેથી કરીને ગંભીર રીતે ઈજા પામેલા બાળકને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા ત્યાં સારવાર દરમિયાન તે બાળકનું મોત નિપજ્યું હતું આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

ઉલેખનીય છે કે, મોરબી શહેરમાં દિવસેને દિવસે રખડતા શ્વાનોનો આતંક વધી રહ્યો છે. અને બે દિવસ પહેલાં જીઆઇડીસી વિસ્તાર અને ચિત્રકુટ સોસાયટી આસપાસ 20થી વધુ લોકોને શ્વાનોએ બચકા ભરી લીધા હતા. ત્યારે માસુમ બાળકની જેમ અન્ય કોઈ વ્યક્તિનો જીવ લેવાય ત્યારે પહેલા તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી લોકોની માંગ ઉઠી રહી છે
























