HomeAllમોરબીમાં કેનાલને બોક્સ પાર્કિંગ કરવાની કામગીરીનો પ્રારંભ

મોરબીમાં કેનાલને બોક્સ પાર્કિંગ કરવાની કામગીરીનો પ્રારંભ

મોરબી : મોરબી શહેરમાંથી પસાર થતી કેનાલને બોક્સ પાર્કિંગ કરવાની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

અંદાજે રૂ. ૫૭ કરોડના ખર્ચે હાથ ધરાનારી આ કામગીરી પૂર્ણ થયા બાદ શહેરમાં પાર્કિંગની સમસ્યામાં રાહત મળશે તેમજ નાગરિકોને હરવા-ફરવાની આધુનિક સુવિધાઓ પણ ઉપલબ્ધ બનશે.

મોરબીના મ્યુનિસિપલ કમિશ્નરે માહિતી આપતા જણાવ્યું હતું કે, શહેરમાંથી પસાર થતી કેનાલ ઉપર બોક્સ પાર્કિંગ બનાવવાની કામગીરી માટે ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરી દેવાઈ છે અને સંબંધિત વિભાગની મંજૂરી બાદ હવે કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

આ પ્રોજેક્ટ અંતર્ગત કેનાલને કવર કરીને તેના ઉપર પાર્કિંગની વ્યવસ્થા ઊભી કરવામાં આવશે. સાથે સાથે નાગરિકોને બેસવાની સુવિધા, હરવા-ફરવા માટેનું સુંદર વાતાવરણ તથા અન્ય જરૂરી સુવિધાઓ પણ વિકસાવવામાં આવશે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, કેનાલમાં પાણી છોડવામાં આવે તે પહેલાં ચોમાસા પૂર્વે જરૂરી કામગીરી પૂર્ણ કરવા આયોજન કરવામાં આવ્યું છે. આ વિકાસ કામ પૂર્ણ થતાં શહેરના ટ્રાફિક અને પાર્કિંગની સમસ્યામાં નોંધપાત્ર સુધારો થવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments