HomeAllપીએમ મોદીની અપીલ બાદ ગુજરાતમાં ઇલેક્ટ્રિક વાહનો વેચાણ વધ્યું, મહિના સુધીનું વધ્યું...

પીએમ મોદીની અપીલ બાદ ગુજરાતમાં ઇલેક્ટ્રિક વાહનો વેચાણ વધ્યું, મહિના સુધીનું વધ્યું વેઈટિંગ

ગુજરાતમાં વર્ષ 2025માં કુલ 66,538 ઈવી નોંધાયા હતાં, જ્યારે વર્ષ 2026માં 15 મે સુધીમાં જ 38,596 ઈવી નોંધાયા છે. એટલે કે ગત વર્ષની સરખામણીએ વર્ષના પહેલાં સાડા ચાર મહિનામાં જ ઈવીનું વેચાણ 58 ટકાએ પહોંચી ગયું છે.

પૂર્વ એશિયામાં યુદ્ધની સ્થિતિ વચ્ચે વિશ્વમાં પેટ્રોલ ડીઝલ સહિતના ઈંધણની કટોકટીની સ્થિતિ સર્જાઈ છે. જે બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના જનતાને ઓછું પેટ્રોલ બાળવા માટેની અપીલ કરી હતી. જેની સીધી અસર વાહનોના વેચાણ પર પડી છે. જે બાદ લોકો પેટ્રોલ-ડીઝલના વાહનો લેવાને બદલે હવે ઇલેક્ટ્રિક વાહનો તરફ વળી રહ્યાં છે. ગુજરાત, FADA, ચેરમેન, પ્રણવભાઈ શાહના જણાવ્યા પ્રમાણે, ગુજરાતમાં ઇલેક્ટ્રિક વાહનોની ઇન્ક્વાયરી અને વેચાણમાં વધારો નોંધાયો છે.

ઇન્ક્વાયરીમાં 300 ટકા જેટલો વધારો
ગુજરાત, FADA, ચેરમેન, પ્રણવભાઈ શાહે ન્યૂઝ18 ગુજરાતીના રિપોર્ટર વિભૂ પટેલ સાથે વાત કરતા જણાવ્યું છે કે, ગુજરાતમાં ઇલેક્ટ્રિક વાહનોમાં ગયા વર્ષ કરતાં આ વર્ષના વેચાણમાં સારો ગ્રોથ દેખાઈ રહ્યો છે. જોકે, પેટ્રોલની કિંમતોમાં વધારા બાદ તથા નરેન્દ્ર મોદીની અપીલ બાદ ત્યારથી ઈવીની ઇન્ક્વાયરીમાં સખત વધારો થયો છે. ઇન્ક્વાયરીમાં 300 ટકા જેટલો વધારો થયો છે.

આપણા દેશની અને બીજા દેશની એવી ઘણી કંપનીઓ ભારતમાં છે જે કાર હોય કે ટુવ્હીલર માત્ર ઇવી જ બનાવે છે. આ જરૂરિયાત પણ છે. જોકે, ઇવી ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની પણ એટલી જ જરૂર છે. સારું ચાર્જિંગ પમ્પો બને તો ઈવીના વેચાણમાં વધારો થઈ શકે છે. આ સાથે તેમણે જણાવ્યું છે કે, કેટલીક કારના મોડલો પર એક મહિનાથી ત્રણ મહિના સુધીનું વેઈટિંગ છે. જ્યારે ઇવીના ટુવ્હીલરમાં 15 દિવસ સુધીનું વેઈટિંગ છે.

ગત વર્ષ કરતા આ વર્ષે વધારે વેચાણ
પ્રણવભાઈ શાહે આ અંગેના આંકડા પણ આપ્યાં છે. જેમાં તેમણે જણાવ્યું છે કે, ગુજરાતમાં વર્ષ 2025માં કુલ 66,538 ઈવી નોંધાયા હતાં, જ્યારે વર્ષ 2026માં 15 મે સુધીમાં જ 38,596 ઈવી નોંધાયા છે. એટલે કે ગત વર્ષની સરખામણીએ વર્ષના પહેલાં સાડા ચાર મહિનામાં જ ઈવીનું વેચાણ 58 ટકાએ પહોંચી ગયું છે. માત્ર અમદાવાદની વાત કરીએ તો ગત વર્ષે 16,645 વાહનો નોંધાયા હતાં, જ્યારે આ વર્ષે 9,476 વાહનો નોંધાઈ ચૂક્યા છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments