BS-VI વાહનો માટે PUCની માન્યતા વધારીને ૩ વર્ષ કરવાના પ્રસ્તાવથી લાખો લોકોને મોટી સુવિધા મળવા જઈ રહી છે અને વારંવાર સેન્ટર જવાની ઝંઝટ ઓછી થશે.

News: જો તમારી પાસે નવી BS-VI પેટ્રોલ, ડીઝલ કે CNG કાર કે બાઈક છે તો તમારા માટે ખુશખબર આવી છે. કેમ કેમ કેન્દ્ર સરકાર પ્રદૂષણ અંડર કંટ્રોલ સર્ટિફિકેટ (PUC) ના નિયમોમાં મોટો બદલાવ કરવા જઈ રહી છે. નવા પ્રસ્તાવ મુજબ હવે નવી BS-VI પ્રાઈવેટ વાહનોનું PUC 1 વર્ષની જગ્યાએ 3 વર્ષ સુધી માન્ય રહેશે. આનાથી વાહન માલિકોને વારંવાર PUC સેન્ટર જવાની જરૂર પડશે નહીં અને પૈસા તેમજ સમય બચશે.

મીડિયા રીપોર્ટ અનુસાર સરકારે આ માટે ડ્રાફ્ટ નોટિફિકેશન પણ જાહેર કરી દીધું છે. આ ફેરફારનો મુખ્ય હેતુ એવા વાહનોને રાહત આપવાનો છે જે BS-VI સ્ટાન્ડર્ડ અનુસાર ઓછું પ્રદૂષણ ફેલાવે છે.

કઈ વાહનોને થશે ફાયદો? : 6 વર્ષ સુધીની BS-VI પ્રાઈવેટ ગાડીઓ: PUC હવે દર 3 વર્ષે રિન્યુ કરાવવું પડશે. 6થી 10 વર્ષ જૂની BS-VI ગાડીઓ: દર વર્ષે PUC રિન્યુ કરાવવાનું રહેશે. 10 વર્ષથી વધુ જૂની BS-VI ગાડીઓ: પહેલાની જેમ દર 6 મહિને PUC જરૂરી.

જૂની ગાડીઓ માટે નિયમો : આમાં જૂના ઉત્સર્જન માપદંડવાળી ગાડીઓને વધુ છૂટ મળી નથી. જેમાં BS-IV વાહનોનું PUC હજુ પણ દર 6 મહિને રિન્યુ કરાવવું પડશે. જ્યારે BS-III અને તેનાથી પણ જૂની ગાડીઓ માટે દર 3 મહિને PUC ટેસ્ટ કરાવવું પડશે. જેટલી જૂની અને વધુ પ્રદૂષણ કરતી ગાડી એટલી વધુ વાર તેને PUC કરાવવું પડશે.

BS-VI કોમર્શિયલ વાહનો માટે પણ ખાસ નિયમો બનાવાયા છે. જેમાં 6 વર્ષ સુધીના વાહનોનું PUC 2 વર્ષ માન્ય રહેશે. 6થી 10 વર્ષ જૂના વાહનોનું PUC દર વર્ષે રિન્યુ કરાવવું પડશે અને 10 વર્ષથી વધુ જૂના વાહનોએ દર 6 મહિને PUC રિન્યુ કરાવવું પડશે




















