HomeAllપુરુષોત્તમ માસ નિમિત્તે મોરબી સબ જેલ ખાતે ૪૦૦ જેટલા કેદીઓને ઠંડી મસાલા...

પુરુષોત્તમ માસ નિમિત્તે મોરબી સબ જેલ ખાતે ૪૦૦ જેટલા કેદીઓને ઠંડી મસાલા છાસનું વિતરણ


મોરબી : પવિત્ર પુરુષોત્તમ માસ નિમિત્તે માતૃ શ્રી વીરબાઈ માં માનવ સેવા તથા ગૌ સેવા સંસ્થા દ્વારા મોરબી સબ જેલ ખાતે સેવાકીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જેલમાં રહેલા આશરે ૪૦૦ જેટલા લોકોને ઠંડી મસાલા છાસ પીવડાવી માનવસેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું હતું.

આ સેવાકાર્યમાં અલ્પાબેન અજયભાઈ કક્કડ, જગદીશભાઈ પટેલ તથા રીટાબેન દેત્રોજાના સહયોગથી સમગ્ર આયોજન સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું હતું. ઉનાળાની ગરમી વચ્ચે ઠંડી મસાલા છાસનું વિતરણ થતાં લાભાર્થીઓએ રાહત અનુભવી હતી.

સંસ્થાના આગેવાનો દ્વારા જણાવાયું હતું કે પુરુષોત્તમ માસ દરમિયાન માનવસેવા અને પરોપકારના વિવિધ કાર્યક્રમો યોજી સમાજમાં સેવા અને સહાનુભૂતિનો સંદેશ પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments