HomeAllરાજ્યભરમાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિનની શાનદાર ઉજવણી

રાજ્યભરમાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિનની શાનદાર ઉજવણી

ભારત સરકારના વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગના માર્ગદર્શન હેઠળ ભારત જન વિજ્ઞાન જાથાની રાષ્ટ્રીય કચેરી દ્વારા રાજ્યભરમાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિનની શાનદાર ઉજવણી કરવામાં આવી. જિલ્લા અને તાલુકા મથકોએ વિજ્ઞાન વિષયક વિવિધ સ્પર્ધાઓ, રેલીઓ અને અંધશ્રદ્ધા નિવારણ કાર્યક્રમો સફળતાપૂર્વક યોજાયા. રાજકોટ ખાતે રાજ્યકક્ષાના કાર્યક્રમમાં વિજ્ઞાન અભિગમથી જ રાષ્ટ્રની પ્રગતિ શક્ય હોવાનું ઉલ્લેખાયું અને રાજમાર્ગો ઉપર યોજાયેલી વિજ્ઞાન રેલીએ જબરું આકર્ષણ જમાવ્યું.


કાર્યક્રમનું ઉદ્ઘાટન જાથાના રાજ્ય ચેરમેન એડવોકેટ જયંત પંડયાએ કર્યું. તેમણે ડૉ. સી. વી. રામનની શોધના મહત્વ, વૈજ્ઞાનિક દષ્ટિકોણની આવશ્યકતા અને અંધશ્રદ્ધા નિવારણ અંગે માર્ગદર્શન આપ્યું. તેમણે વિજ્ઞાનને માનવકલ્યાણનું સશક્ત સાધન ગણાવી વસ્તી વિસ્ફોટ, અશિક્ષિતતા, ગરીબી અને અસમાનતા જેવા પરિબળોના નિરાકરણ પર ભાર મૂક્યો.


ન્યુ પરિમલ સ્કૂલમાં આયોજિત કાર્યક્રમમાં સંચાલક ચંદ્રકાન્તભાઈ મંડિર, બ્રહ્મસમાજના કેતનભાઈ બોરીસાગર, બ્રિજેશભાઈ મંડિર, આચાર્યા અલ્પાબેન જોષી અને રમેશભાઈ વ્યાસે પ્રાસંગિક ઉદ્દબોધન કર્યું. શાળાના ટ્રસ્ટી ચંદ્રકાન્તભાઈ મંડિર અને તેમની ટીમનું જાથાએ સન્માન કર્યું. વિજ્ઞાન રેલીમાં ન્યુ પરિમલ સ્કૂલના છાત્ર-છાત્રાઓ, શિક્ષકગણ તેમજ જાથાના પ્રકાશ મનસુખભાઈ, અંકલેશ ગોહિલ, નિર્ભય જોશી, રોમિત રાજદેવ અને ભાનુબેન શેઠીયાએ મશાલ સરઘસ અને વિજ્ઞાન સૂત્રો સાથે આગેવાની લીધી. કાર્યક્રમનું સંચાલન રમેશભાઈ વ્યાસે કર્યું.


રાજ્યના અમદાવાદ, રાજકોટ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, પાલનપુર, ખેડા, નડિયાદ, આણંદ, વડોદરા, ભરૂચ, અંકલેશ્વર, સુરત, નવસારી, વલસાડ, વાપી, હિંમતનગર, રાજપીપળા, ડાંગ-આહવા, છોટા ઉદેપુર, ગોધરા, વ્યારા, પંચમહાલ, મોડાસા સહિત સૌરાષ્ટ્ર-કચ્છના જિલ્લા-તાલુકા મથકોએ ઉત્સાહપૂર્વક ઉજવણી કરી.
જનજાગૃતિ કાર્યક્રમ યોજવા ઈચ્છુકોએ મો. ૯૮૨૫૨ ૧૬૬૮૯ ઉપર સંપર્ક કરવા જાથાએ અનુરોધ કર્યો છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!