
ટંકારા: તા. ૩૦: ગુજરાતવાસીઓ માટે ખુશખબર. હાલ મધ્ય ભારત ઉપર સક્રિય ડીપ ડિપ્રેશન હવે ધીમે ધીમે પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે. ECMWF અને ICON મોડલના ટ્રેન્ડ મુજબ આ સિસ્ટમનો મુખ્ય ટ્રેક મધ્યપ્રદેશના ઈન્દોરથી મધ્ય ગુજરાત થઈ ઉત્તર ગુજરાત તરફ રહેશે. વેધરમેન ઉત્તમ માળીના જણાવ્યા મુજબ સિસ્ટમ ઝડપી હોવાથી વરસાદનો રાઉન્ડ લાંબો નહીં ચાલે, પરંતુ જ્યાં પડશે ત્યાં ટૂંકા સમયમાં પોટલા વરસાદ પડશે. કાલે ૩૧ જુલાઈ બપોર બાદથી વરસાદની શરૃઆત થશે.

પૂર્વ કચ્છ અને ઉત્તર-પૂર્વ સૌરાષ્ટ્રમાં વરસાદી પ્રવૃત્તિ શરૃ થશે. મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ અને ભાવનગરમાં ગાજવીજ સાથે ભારે વરસાદના રાઉન્ડ. ૩૧ જુલાઈ રાતથી ૧ ઓગસ્ટ સૌથી ભારે રહેશે. કચ્છના મોટા ભાગના વિસ્તારમાં ભારે, છૂટાછવાયા અતિ ભારે. રાપર, ભચાઉ, ગાંધીધામ, અંજાર, ભુજ, નખત્રાણા, ખાવડા આસપાસ સૌથી વધુ વરસાદ પડશે.

સૌરાષ્ટ્રના મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, ભાવનગર, અમરેલી અને જામનગરમાં ભારે વરસાદ પડશે. પશ્ચિમ સૌરાષ્ટ્રમાં સરપ્રાઈઝ આપશે. ૩ કિમી ઊંચાઈએ Micro Climatic Circulation સર્જાતા દ્વારકા, જામનગર, પોરબંદર અને જુનાગઢમાં પણ અપેક્ષા કરતા વધુ વરસાદ મળી શકે છે. તા. ૨ ઓગસ્ટ બાદ સિસ્ટમ આગળ વધી જતા વરસાદની તીવ્રતા ઘટશે.

પરંતુ છૂટાછવાયા ઝાપટા ચાલુ રહેશે. અંદાજિત કુલ વરસાદ – ૩૧ જુલાઈ થી ૩ ઓગસ્ટ પૂર્વ કચ્છમા૧૫૦ થી ૨૦૦ મીમી એટલે કે ૬ થી ૧૦ ઇંચ,મધ્ય-ઉત્તર કચ્છમા ૭૫ થી ૧૫૦ મીમી એટલે કે ૩ થી ૬ ઇંચ,મોરબી-સુરેન્દ્રનગર-બોટાર્દંૅં ૧૦૦ થી ૨૦૦ મીમી એટલે કે ૪ થી ૮ ઇંચ, સ્થાનિક રીતે વધુ,ભાવનગર-અમરેલીમા ૮૦ થી ૧૫૦ મીમી એટલે કે ૩ થી ૬ ઇંચ,જામનગર-દ્વારકા-પોરબંદર-જુનાગઢમા ૬૦ થી ૧૫૦ મીમી એટલે કે ૨. ૫ થી ૬ ઇંચ. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શકયતા છે. દરિયો તોફાની રહી શકે. વીજળી સાથે વરસાદ હોવાથી સાવધાની રાખવી.





















