HomeAllશાંતિવન આશ્રમમાં ગુરુ પૂર્ણિમાએ ઉમટ્યો ભક્તિનો સાગર: 7 હજારથી વધુ શ્રદ્ધાળુઓએ મહાપ્રસાદનો...

શાંતિવન આશ્રમમાં ગુરુ પૂર્ણિમાએ ઉમટ્યો ભક્તિનો સાગર: 7 હજારથી વધુ શ્રદ્ધાળુઓએ મહાપ્રસાદનો લાભ લીધો

કેશવાનંદ બાપુની ચરણ પાદુકાના દર્શન માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા: સત્યનારાયણ કથા સાથે ભજન, ભક્તિ અને મહાપ્રસાદના કાર્યક્રમો યોજાયા

મોરબી: મોરબીના વીસીપરા વિસ્તારમાં ધોળેશ્વર સ્મશાન નજીક આવેલા શાંતિવન આશ્રમ ખાતે ગુરુ પૂર્ણિમાના પાવન પર્વની શ્રદ્ધા અને ભક્તિભાવપૂર્વક ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આશ્રમ ખાતે ઉમટ્યા હતા અને વિવિધ ધાર્મિક કાર્યક્રમોમાં જોડાયા હતા.

ગુરુ પૂર્ણિમા નિમિત્તે આશ્રમ ખાતે ભવ્ય મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. દિવસ દરમિયાન 7 હજારથી વધુ ભક્તોએ મહાપ્રસાદનો લાભ લીધો હતો. સમગ્ર આશ્રમ પરિસર ભજન અને ભક્તિના માહોલથી ગુંજી ઊઠ્યું હતું.

શાંતિવન આશ્રમ કેશવાનંદ બાપુ સાથે જોડાયેલું પવિત્ર સ્થાન છે. કેશવાનંદ બાપુએ વર્ષો સુધી આ સ્થળે નિવાસ કરી સાધના અને તપ કર્યું હોવાનું જણાવાયું છે. જેના કારણે આશ્રમ પ્રત્યે ભક્તોમાં વિશેષ શ્રદ્ધા અને આસ્થા રહેલી છે.

ગુરુ પૂર્ણિમાના અવસરે ભક્તોએ કેશવાનંદ બાપુની ચરણ પાદુકાના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા. આશ્રમ ખાતે સત્યનારાયણ ભગવાનની કથાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શ્રદ્ધાળુઓએ ભાવપૂર્વક ભાગ લીધો હતો.

મોરબી ઉપરાંત આસપાસના વિસ્તારોમાંથી પણ મોટી સંખ્યામાં ભક્તો આશ્રમ ખાતે પહોંચ્યા હતા. ચરણ પાદુકા દર્શન, સત્યનારાયણ કથા, ભજન, ભક્તિ અને મહાપ્રસાદ સાથે શાંતિવન આશ્રમ ખાતે ગુરુ પૂર્ણિમાની ઉજવણી ધાર્મિક અને આધ્યાત્મિક માહોલ વચ્ચે સંપન્ન થઈ હતી.

RELATED ARTICLES

Most Popular

Recent Comments