
લાયન્સ: ક્લબ ઓફ મોરબી સિટી અને સામાજિક વનીકરણ રેન્જના સંયુક્ત ઉપક્રમે વિશ્વ પ્રકૃતિ દિવસ નિમિત્તે સત્યેશ્વર મહાદેવ મંદિર ખાતે 1000 રોપાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું. લાયન્સ ક્લબ ઓફ મોરબી સિટીના પ્રમુખ જગદીશભાઈ ડી. કાવરના જન્મદિન નિમિત્તે તેમના અનુદાનથી આ પર્યાવરણલક્ષી કાર્યક્રમ યોજાયો હતો.

લાયન્સ ક્લબ ઓફ મોરબી સિટી દ્વારા સામાજિક, શૈક્ષણિક, પર્યાવરણ અને જીવદયા સહિત વિવિધ ક્ષેત્રોમાં સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. આ જ સેવાભાવના અંતર્ગત આયુર્વેદિક ગુણધર્મો ધરાવતા તેમજ શીતળ છાંયડો આપતા વિવિધ રોપાઓ વૃક્ષપ્રેમીઓ અને પર્યાવરણપ્રેમીઓને વિનામૂલ્યે આપવામાં આવ્યા હતા.

‘વધુ વૃક્ષો વાવો, પર્યાવરણ બચાવો, વરસાદ લાવો’ના સંદેશ સાથે યોજાયેલા કાર્યક્રમમાં સત્યેશ્વર મહાદેવ મંદિરના પૂજારી રાજેશગિરિ અને પિન્ટુગિરિની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી.

આ રોપા વિતરણ કાર્યક્રમમાં લાયન્સ ક્લબ ઓફ મોરબી સિટીના પ્રમુખ જગદીશભાઈ કાવર, પૂર્વ પ્રમુખો અમરશીભાઈ અમૃતિયા, રમેશભાઈ રૂપાલા, ત્રિભોવનભાઈ સી. ફુલતરિયા, અમિતભાઈ એસ. સુરાણી, કેશુભાઈ દેત્રોજા, સેક્રેટરી નાનજીભાઈ મોરડીયા, ખજાનચી મણીલાલ જે. કાવર, ચંદુભાઈ કુંડારિયા, મહાદેવભાઈ ઉટવાડિયા, ચેતનભાઈ રાબડીયા, બાલુભાઈ પાંચોટીયા, રાજુભાઈ મણવર તેમજ પૂર્વ સભ્યો મહાદેવભાઈ ચિખલીયા અને જયેશભાઈ સંઘાણી સહિતના સેવાભાવી સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમ દ્વારા વૃક્ષારોપણ અને પર્યાવરણ સંરક્ષણ પ્રત્યે જનજાગૃતિ વધારવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનું સેક્રેટરી નાનજીભાઈ મોરડીયાની યાદીમાં જણાવાયું છે.




















