
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા ફેબ્રુઆરી-માર્ચમાં લેવામાં આવેલો ધો.10 અને 12ની પરીક્ષાના પરિણામની તારીખો જાહેર કરવામાં આવી છે.

ધોરણ 12 સાયન્સ, કોમર્સ અને આર્ટસ એમ ત્રણેય પ્રવાહ અને ગુજકેટનું પરિણામ 4મેના રોજ જાહેર કરાશે 4 મેના રોજ ધો. 12ના તમામ પ્રવાહનું પરિણામ બોર્ડ દ્વારા 4મેના રોજ જાહેર થનારા ધો. 12ના પરિણામોમાં વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ તેમજ ઉચ્ચતર ઉત્તર બુનિયાદી પ્રવાહનો સમાવેશ થાય છે. આ સાથે જ GUJCET-2026 અને સંસ્કૃત મધ્યમા પરીક્ષાના પરિણામ પણ એ જ દિવસે જાહેર થશે.

જ્યારે ધો. 10નું પરિણામ 6 મેના રોજ જાહેર કરાશે. બોર્ડની વેબસાઈટ અને વોટ્સએપ નંબર પર પરિણામ મેળવી શકાશે વિદ્યાર્થીઓ પોતાનું પરિણામ બોર્ડની સત્તાવાર વેબસાઇટ www.gseb.org પર જઈને ચેક કરી શકશે. ઉપરાંત, ટેકનોલોજીના ઉપયોગ સાથે બોર્ડે વોટ્સએપ દ્વારા પણ પરિણામ મેળવવાની સુવિધા ઉપલબ્ધ કરી છે. વિદ્યાર્થીઓએ પોતાનો બેઠક ક્રમાંક 6357300971 નંબર પર મોકલવાથી વોટ્સએપ પર જ પરિણામ મેળવી શકશે.

બોર્ડના આ નિર્ણયથી વિદ્યાર્થીઓને ઝડપી અને સરળતાથી પરિણામ મેળવવામાં મદદ મળશે. ધોરણ 10-12માં કૂલ 15.27 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ફેબ્રુઆરી-માર્ચમાં ધો.10 અને 12ની પરીક્ષા લેવામાં આવી હતી. ધોરણ 10 અને 12માં કુલ 15.27 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી. જેમાં ધો.10ના 9.07 લાખ અને ધો.12 સાયન્સના 1.19 લાખ, ધો.12 સામાન્ય પ્રવાહના 5.01 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.

























