

દેશની ન્યાયિક વ્યવસ્થાને ડિજિટલી મજબૂત બનાવવા માટે વન કેસ વન ડેટા પહેલની શરુઆત સીજેઆઇ સૂર્યકાંતે કરી છે. જે અંતર્ગત દેશભરની હાઇકોર્ટ, જિલ્લા અને તાલુકા અદાલતોમાં કેસોની જાણકારી એકિકૃત ડિજિટલ સિસ્ટમથી જોડવામાં આવશે જેથી કેસ મેનેજમેન્ટ અને ડેટા સમન્વય બહેતર રહેશે.

સીજેઆઇએ જણાવ્યું હતું કે સિસ્ટમમાં કોઇ કેસ સાથે જોડાયેલી અલગ-અલગ અદાલતોની જાણકારી એક જ જગ્યાએ ઉપલબ્ધ થશે જેથી કેસ ટ્રેકીંગ અને મેનેજમેન્ટ વધુ અસરકારક થઇ શકશે.


























