HomeAllટેરર ફંડિંગ રોકતી વૈશ્વિક સંસ્થા FATFના ડેપ્યુટી બન્યા ભારતના વિવેક અગ્રવાલ, જાણો...

ટેરર ફંડિંગ રોકતી વૈશ્વિક સંસ્થા FATFના ડેપ્યુટી બન્યા ભારતના વિવેક અગ્રવાલ, જાણો કોણ છે તેઓ અને કોની જગ્યા લેશે?

ટેરર ફંડિંગ પર નજર રાખતી સંસ્થા ફાઇનાન્સિયલ એક્શન ટાસ્ક ફોર્સની બેઠકમાં ભારતના વરિષ્ઠ અધિકારી વિવેક અગ્રવાલને વર્ષ 2026-27 માટે સંગઠનના આગામી ઉપાધ્યક્ષ ચૂંટવામાં આવ્યા છે. વિદેશ મંત્રાલયે આને ભારતની મોટી સિદ્ધિ ગણાવતા કહ્યું કે, આતંકવાદ સામે ‘ઝીરો ટોલરન્સ’ની નીતિ પર આગળ વધી રહેલા દેશ માટે આ એક મહત્વપૂર્ણ ક્ષણ છે. મંત્રાલયના જણાવ્યા અનુસાર FATFમાં ભારતની નેતૃત્વવાળી ભૂમિકા વૈશ્વિક આતંકી નાણાકીય સહાય નેટવર્ક સામેની કાર્યવાહીને વધુ મજબૂત કરશે.

આતંકીઓના આકા એવા પાકિસ્તાની આર્મી ચીફ આસિમ મુનીર અને વડાપ્રધાન શાહબાઝ શરીફની રાતની ઊંઘ હરામ કરનારા સમાચાર સામે આવ્યા છે. આતંકવાદ સામેની વૈશ્વિક લડાઈમાં ભારતને એક મોટી રાજદ્વારી અને વ્યૂહાત્મક સફળતા મળી છે. ટેરર ફંડિંગ પર નજર રાખતી સંસ્થા ફાઇનાન્સિયલ એક્શન ટાસ્ક ફોર્સની બેઠકમાં ભારતના વરિષ્ઠ અધિકારી વિવેક અગ્રવાલને વર્ષ 2026-27 માટે સંગઠનના આગામી ઉપાધ્યક્ષ ચૂંટવામાં આવ્યા છે. એવા સમયે જ્યારે ભારત સતત પાકિસ્તાન પ્રેરિત આતંકવાદ અને આતંકીઓના ફંડિંગનો મુદ્દો આંતરરાષ્ટ્રીય મંચો પર ઉઠાવી રહ્યું છે, ત્યારે FATFમાં ભારતીય પ્રતિનિધિનું આ મહત્વના પદ સુધી પહોંચવું ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે.


વિદેશ મંત્રાલયે આને ભારતની મોટી સિદ્ધિ ગણાવતા કહ્યું કે, આતંકવાદ સામે ‘ઝીરો ટોલરન્સ’ની નીતિ પર આગળ વધી રહેલા દેશ માટે આ એક મહત્વપૂર્ણ ક્ષણ છે. મંત્રાલયના જણાવ્યા અનુસાર FATFમાં ભારતની નેતૃત્વવાળી ભૂમિકા વૈશ્વિક આતંકી નાણાકીય સહાય નેટવર્ક સામેની કાર્યવાહીને વધુ મજબૂત કરશે.


છેલ્લા કેટલાક વર્ષોમાં પાકિસ્તાન ઘણી વખત FATFની દેખરેખ અને કાર્યવાહીનો સામનો કરી ચૂક્યું છે. ભારત સતત પાકિસ્તાનની ધરતી પરથી સંચાલિત આતંકી સંગઠનો અને તેમના ફંડિંગ વિરુદ્ધ આંતરરાષ્ટ્રીય દબાણ વધારવાની માગ કરતું રહ્યું છે. આવા સમયમાં FATFના ટોચના નેતૃત્વમાં ભારતની હાજરીને નવી દિલ્હીની મોટી વ્યૂહાત્મક જીત માનવામાં આવી રહી છે.

કોણ છે વિવેક અગ્રવાલ?: વિવેક અગ્રવાલ હાલમાં ભારત સરકારના સંસ્કૃતિ મંત્રાલયમાં સચિવના પદ પર તહેનાત છે. આ પહેલા તેઓ FATFમાં ભારતીય પ્રતિનિધિમંડળના વડા રહી ચૂક્યા છે. સાથે જ તેઓ FIU-INDના ડાયરેક્ટર તરીકે પણ કામ કરી ચૂક્યા છે, જ્યાં તેમની જવાબદારી શંકાસ્પદ નાણાકીય વ્યવહારો અને મની લોન્ડરિંગ સાથે જોડાયેલા કેસોની દેખરેખ રાખવાની હતી.

નાણાકીય ગુનાઓ, આતંકવાદના ફંડિંગ અને આંતરરાષ્ટ્રીય નાણાકીય દેખરેખ તંત્ર અંગે તેમનો અનુભવ ઘણો વ્યાપક માનવામાં આવે છે. આ જ કારણે FATFના સભ્ય દેશોએ તેમને ઉપાધ્યક્ષ પદ માટે ચૂંટ્યા છે.


બ્રિટનના અધિકારીની જગ્યાએ સંભાળશે જવાબદારી
વિવેક અગ્રવાલ FATFના વર્તમાન ઉપાધ્યક્ષ ગાઇલ્સ થોમસનનું સ્થાન લેશે, જેઓ યુનાઇટેડ કિંગડમથી છે. તેઓ જુલાઈ 2026થી આ નવી જવાબદારી સંભાળશે અને સંગઠનની નીતિઓ, સમીક્ષા પ્રક્રિયાઓ અને વૈશ્વિક નાણાકીય દેખરેખ અભિયાનોમાં મહત્વની ભૂમિકા ભજવશે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments