HomeAllતમામ મહાપાલિકામાં કેસરીયો લહેરાયો : મોરબી, પોરબંદરમાં ક્લીન સ્વીપ

તમામ મહાપાલિકામાં કેસરીયો લહેરાયો : મોરબી, પોરબંદરમાં ક્લીન સ્વીપ

ગુજરાતમાં નવ નવી મહાનગરપાલિકાની રચના સાથે રાજ્ય સરકારે ડ્યુ થયેલી 6 મહાનગરપાલિકાઓમાં યોજેલી ચૂંટણીમાં ફરી એક વખત તમામ 15 મહાનગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો છે અને અત્યાર સુધી આમ આદમી પાર્ટીને એક વોર્ડમાં સફળતા મળી છે.

સુરતમાં તેણે ચાર બેઠકો જીતી છે. જ્યારે મહાનગરપાલિકાની કુલ 1044ની બેઠકમાંથી 665ના પરિણામ જાહેર થયા છે અને ભાજપને 608 તથા કોંગ્રેસના 52 બેઠકો મળી છે. આમ કોંગ્રેસે મહાનગરપાલિકામાં પોતાની હાજરી નોંધાવી છે. ખાસ કરીને સુરતમાં ગત ચૂંટણીમાં કોંગ્રેસને એક પણ બેઠક મળી ન હતી પરંતુ આ ચૂંટણીમાં છેલ્લા સમાચાર મળ્યા ત્યારે કોંગ્રેસ 3 બેઠકો જીતી ગઇ છે.

તો અમદાવાદમાં કોંગ્રેસને 10 બેઠકો મળી છે. આમ શહેરી વિસ્તારોમાં ભાજપનો ગઢ અકબંધ રહ્યો છે. નવી બનેલી ગાંધીધામ, મહેસાણા, સુરેન્દ્રનગર, પોરબંદર, આણંદ, નડીયાદ, નવસારી, વાપી અને મોરબી આ તમામ મહાનગરપાલિકામાં ભાજપ સત્તા કબજે કરશે તે નિશ્ચિત છે અને હાલની 6 મહાનગરપાલિકા જેમાં રાજકોટ, ભાવનગર, અમદાવાદ, જામનગર અને વડોદરા ઉપરાંત સુરતમાં પણ ભાજપે ફરી સત્તા મેળવી છે.

ખાસ કરીને શહેરી વિસ્તારોમાં કોંગ્રેસને જે રીતે બેઠકો મળી છે અને તેમાં અનેક વોર્ડમાં અપસેટ પણ સર્જાયા છે. રસપ્રદ બાબત એ છે કે વાપી નગરપાલિકામાં ભાજપ અને કોંગ્રેસ બંનેને આંચકો આપતા અપક્ષોની એક પેનલ જીતી છે.

રાજ્યની નવી રચાયેલી પોરબંદર મહાનગરપાલિકાની બેઠકમાં ચૂંટણીમાં ભાજપે ક્લીન સ્વીપ કરી છે અને તમામ બાવન બેઠકો જીતી લીધી છે. મોરબીમાં પણ આ જ પ્રકારે જીતી છે. બાવન બેઠકમાંથી ભાજપ પુરી રીતે સત્તામાં આવ્યું છે અને એક પણ બેઠક કોંગ્રેસ કે આમ આદમી પાર્ટી કે વિપક્ષની મળી નથી.

ભાવનગરમાં અત્યાર સુધીમાં 29 બેઠકોના પરિણામ જાહેર થયા છે જેમાં ભાજપને 28 અને કોંગ્રેસને 1 તથા જામનગર મહાનગરપાલિકામાં 64 બેઠકમાં ભાજપે 28 બેઠક જીતી છે અને કોંગ્રેસને 6 બેઠક મળી છે. પોરબંદરમાં પ્રથમ વખત ભાજપના 3 મુસ્લિમ ઉમેદવારો પણ મહાનગરપાલિકામાં જીત્યા છે. આમ શહેરી વિસ્તારોમાં ભાજપે પોતાનો દબદબો જાળવી રાખ્યો છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments