HomeAll1 મેથી બદલાઇ જશે LPG ગેસના નિયમ! સિલિન્ડર બુક કરનારા જાણી લેજો

1 મેથી બદલાઇ જશે LPG ગેસના નિયમ! સિલિન્ડર બુક કરનારા જાણી લેજો

ભારત સહીત અનેક દેશો અત્યારે વૈશ્વિક ઊર્જા કટોકટીનો સામનો કરી રહ્યા છે. એવામાં આગામી મેં મહિનામાં LPG સિલિન્ડર બુકિંગ નિયમોમાં વધુ ફેરફારો થઇ શકે છે. ચાલો તેના વિષે જાણીએ.

મેં મહિનો થોડા જ દિવસોમાં શરૂ થવાનો છે. એવામાં LPG સિલિન્ડર બુકિંગ નિયમોમાં વધુ ફેરફારોના સમાચાર ફરી એકવાર હેડલાઇન્સમાં ચમકી રહ્યા છે. ગત 28 ફેબ્રુઆરીએ અમેરિકા અને ઇઝરાયલ દ્વારા ઇરાન પર હુમલા બાદ ગ્લોબલ એનર્જી માર્કેટ ઉથલપાથલનો સામનો કરી રહ્યું છે. અનેક દેશો અત્યારે વૈશ્વિક ઊર્જા કટોકટીનો સામનો કરી રહ્યા છે, જે મુખ્યત્વે પુરવઠાની અછતને કારણે થયું છે.

જેના કારણે ડિલિવરીમાં મોડું થઈ રહ્યુ છે અને પરિણામે કિંમતોમાં વધારો થઈ રહ્યો છે. આથી ભારત સહિત અનેક દેશોએ વર્તમાન પરિસ્થિતિને સંબોધવા માટે મહત્વના નિયમો બનાવ્યા છે. જેમાં મિડલ ઇસ્ટમાં ચાલી રહેલા તણાવ વચ્ચે મે 2026 માં ગેસ સિલિન્ડર સંબંધિત ઘણા ફેરફારોની અપેક્ષા રાખી શકાય છે.

નિયમોમાં ફેરફારો પર ચર્ચા
ઇન્ડિયન ઓઇલ, BPCL અને HPCL જેવી ઓઇલ માર્કેટિંગ કંપનીઓ LPG સિલિન્ડરની ડિલિવરી સંબંધિત નવા નિયમોની ચર્ચા કરી રહી છે. મે 2026 માં એક જાહેરાતની શક્યતા છે જે LPGની માસિક બુકિંગ અને ડિલિવરી માટેની વર્તમાન પ્રક્રિયામાં ફેરફાર કરશે.

સિલિન્ડરના ભાવમાં થઈ શકે છે વધારો
1 મે 2026 થી સમગ્ર ભારતમાં એલપીજીના ભાવમાં ફેરફાર થવાની શક્યતા છે. યુએસ-ઇઝરાયલ-ઈરાન યુદ્ધ પછી, ભારતીય તેલ કંપનીઓએ દેશભરમાં 14.2 કિલોગ્રામના એલપીજી સિલિન્ડરના ભાવમાં 60 રૂપિયાનો વધારો કર્યો છે, જ્યારે 19 કિલોગ્રામના એલપીજી સિલિન્ડરના ભાવમાં માત્ર એક મહિનામાં ત્રણ વખત વધારો કરવામાં આવ્યો છે.

એપ્રિલ 2026 માટે, મેટ્રો શહેરોમાં ૧૯ કિલોગ્રામના એલપીજી સિલિન્ડરના ભાવમાં 196 રૂપિયાનો વધારો કરીને 218 રૂપિયા કરવામાં આવ્યા છે. 7 માર્ચે ઓએમસી દ્વારા પ્રતિ સિલિન્ડરના ભાવમાં 114.5 રૂપિયાનો વધારો કરવામાં આવ્યા બાદ આ ભાવ વધારો કરવામાં આવ્યો છે. 1 માર્ચ 2026 ના રોજ કિંમતોમાં 28 રૂપિયાનો વધારો કરીને 31 રૂપિયા કરવામાં આવ્યા બાદ પણ આ વધારો કરવામાં આવ્યો છે.

વધી શકે છે બુકિંગની સમયમર્યાદા

નવા નિયમો મુજબ તમે ડિલિવરીના ઓછામાં ઓછા 25 દિવસ બાદ જ બીજો સિલિન્ડર બુક કરાવી શકશો. પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓ માટે આ સમયમર્યાદા 45 દિવસ સુધી લંબાવી શકાય છે.

DAC કોડ આપવો ફરજિયાત

હવે સિલિન્ડર ડિલિવરી સમયે તમારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર વન-ટાઇમ પાસવર્ડ (OTP) અથવા ડિલિવરી ઓથેન્ટિકેશન કોડ (DAC) મોકલવામાં આવશે. જેમાં ડિલિવરી કરનાર વ્યક્તિને આ કોડ આપવો ફરજિયાત રહેશે. તેનાવગર તમારી ડિલિવરી સફળ માનવામાં નહીં આવે.

ગેસ કંપનીઓએ હવે બાયોમેટ્રિક e-KYC પર ભાર મૂકવાનું શરૂ કર્યું છે. KYC અપડેટ કરવામાં નિષ્ફળતા બુકિંગ રદ કે સબસિડીનું કારણ બની શકે છે. તમે Hello BPCL કે IndianOil One જેવી મોબાઇલ એપ્લિકેશનોનો ઉપયોગ કરીને પણ આ કામ પૂરૂ કરી શકો છો.

RELATED ARTICLES

Most Popular

Recent Comments