HomeAllમોરબી જિલ્લા પંચાયતની 10 બેઠકોના પરિણામ જાહેર: 9 પર ભાજપ, બગથળા બેઠક...

મોરબી જિલ્લા પંચાયતની 10 બેઠકોના પરિણામ જાહેર: 9 પર ભાજપ, બગથળા બેઠક પર કોંગ્રેસનો એકમાત્ર વિજય

મોરબી : મોરબી જિલ્લા પંચાયતની કુલ 24 બેઠકોની મતગણતરી પ્રક્રિયા ચાલુ છે. અત્યાર સુધીમાં 10 બેઠકોના સત્તાવાર પરિણામો જાહેર કરવામાં આવ્યા છે. જાહેર થયેલા પરિણામોમાં 9 બેઠકો પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોએ વિજય મેળવ્યો છે,

જ્યારે બગથળા બેઠક પર કોંગ્રેસના ઉમેદવારનો એકમાત્ર વિજય નોંધાયો છે. જાહેર થયેલા પરિણામોની વિગત નીચે મુજબ છે :

આમરણ બેઠક: રીંકલ વિરલભાઈ અઘેરા (ભાજપ) – 6549 મત

બગથળા બેઠક: સતીશકુમાર ભાણજીભાઈ મેરજા (કોંગ્રેસ) – 9319 મત

ચરાડવા બેઠક: માવજીભાઈ કચરાભાઈ મકાસણા (ભાજપ) – 7616 મત

ઘનશ્યામપુર બેઠક: ભગવતીબેન ગીરીશકુમાર લકુમ (ભાજપ) – 7561 મત

ઘૂંટુ બેઠક: રંજનબેન ગૌતમભાઈ હડિયલ (ભાજપ) – 7436 મત

જાબુડિયા બેઠક: જયાબેન જીતેન્દ્રકુમાર ગોહેલ (ભાજપ) – 6677 મત

જેતપર બેઠક: અશ્વિનભાઈ ચંદુભાઈ ડાંગર (ભાજપ) – 8136 મત

ખાખરેચી બેઠક: સંદીપ ગોરધનભાઈ કુંવરિયા (ભાજપ) – 4627 મત

માથક બેઠક: કાજલબેન ભરતભાઈ વિઠલપરા (ભાજપ) – 6055 મત

મોટા દહીંસરા બેઠક: મનીષ અનિલ કાંજીયા (ભાજપ) – 6050 મત હજુ બાકીની બેઠકોની મતગણતરી પ્રક્રિયા ચાલુ હોવાથી આગામી સમયમાં વધુ પરિણામો જાહેર થવાના છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments