HomeAllમોરબી મહાપાલિકાની પ્રથમ ચૂંટણીમાં વોર્ડ નં. 1, 5, 10માં ભાજપ વિજેતા

મોરબી મહાપાલિકાની પ્રથમ ચૂંટણીમાં વોર્ડ નં. 1, 5, 10માં ભાજપ વિજેતા

મહાનગરપાલિકામાં ભગવો લહેરાવાનાં એંધાણ: ઉત્તેજના સાથે ચાલી રહેલી અન્ય વોર્ડની ગણતરી

મોરબી મહાનગરપાલિકાની પ્રથમ ચૂંટણી માટે થયેલ મતદાનની આજે મતગણતરી કરવામાં આવી રહી છે અને સવારે 9:00 વાગ્યાથી પોસ્ટલ બેલેટ ની ગણતરી શરૂ કરવામાં આવી હતી ત્યારબાદ ઇવીએમ મશીનના આંકડા એક પછી એક ઇવીએમ મશીન ખોલીને જાહેર કરવામાં આવી રહ્યા છે

દરમિયાન હાલમાં જુદા જુદા ત્રણ સ્થળ ઉપર મોરબી મહાનગરપાલિકાના 13 વોર્ડ માટેની મત ગણતરીની વ્યવસ્થા કરવામાં આવી છે જેમાં પ્રથમ વોર્ડ નંબર 1, 5 અને 10 ની ગણતરી શરૂ કરવામાં આવી છે જેમાં વોર્ડ નંબર 1, 5 અને 10માં ભાજપની પેનલનો વિજય થયો હોવાની માહિતી અધિકારી સૂત્રો પાસેથી જાણવા મળેલ છે.

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે થઈને થયેલ મતદાનની મતગણતરી આજે કરવામાં આવી રહી છે ત્યારે જો મોરબી જિલ્લાની વાત કરીએ તો મોરબી જિલ્લા પંચાયત, પાંચ તાલુકા પંચાયત, ત્રણ નગરપાલિકા અને મોરબી મહાનગરપાલિકા ની ચૂંટણીનું મતદાન થયું હતું તેની મતગણતરી હાલમાં જુદી જુદી જગ્યા ઉપર કરવામાં આવી રહી છે

મોરબી નજીકના મહેન્દ્રનગર ગામ પાસે આવેલ પોલિટેકનિક કોલેજ ખાતે મોરબી મહાનગરપાલિકા તેમજ જિલ્લા પંચાયતની મોરબી તાલુકાની બેઠકો તથા મોરબી તાલુકા પંચાયતની બેઠકો માટેની મત ગણતરી કરવામાં આવી રહી છે અને પોસ્ટલ બેલેટ બાદ એક પછી એક ઇવીએમ મશીન ખોલીને તેમાંથી મતોના આંકડા જાહેર કરવામાં આવી રહ્યા છે.

મોરબીના વોર્ડ નંબર 1ની અંદર ભાજપના વીણાબેન માવજીભાઈ કણજારીયા રમાબેન પરેશભાઈ રૂપાલા જેન્તીભાઈ દામજીભાઈ પડસુંબીયા અને જયદીપભાઇ પ્રસાદભાઈ મહેતાનો વિજય થયો છે. જ્યારે વોર્ડ નં 10 માં અલ્પાબેન રોહિતભાઈ કંઝારિયા,

ભાવેશભાઈ અરજણભાઈ કંઝારિયા, ગણેશભાઈ નાનજીભાઈ ડાભી અને સોનલબેન પ્રફુલભાઈ બાવરવા વિજેતા બન્યા છે જ્યારે વોર્ડ માં 5 માં ભગીરથભાઈ મનસુખભાઈ બરાસરા, મંજુલાબેન ગુણવંતભાઈ ચૌહાણ, મેઘરાજસિંહ મહિપતસિંહ ઝાલા અને મનુબેન રમેશભાઈ શિયાળા નો વિજય થયો છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments