HomeAllટંકારા ખાતે ડૉ. આંબેડકરની માતૃશ્રી ભીમાબાઈની જન્મજયંતિ નિમિત્તે વિશાળ આદિવાસી મહાસંમેલન યોજાયું

ટંકારા ખાતે ડૉ. આંબેડકરની માતૃશ્રી ભીમાબાઈની જન્મજયંતિ નિમિત્તે વિશાળ આદિવાસી મહાસંમેલન યોજાયું

ome

ટંકારા, તા. 14 ફેબ્રુઆરી: ડૉ. બાબાસાહેબ આંબેડકરની માતૃશ્રી ભીમાબાઈની જન્મજયંતિ નિમિત્તે ટંકારા ખાતે વિશાળ આદિવાસી મહાસંમેલન યોજાયું હતું. મોરબી સહિત રાજકોટ, અમરેલી, જામનગર અને સુરેન્દ્રનગર જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં આદિવાસી આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યાં હતાં.

સંમેલનમાં ખેત મજૂરોને પૂરતી રોજગારી, અછત રાહત ફંડમાં વ્યાજબી હિસ્સો, અંતરિયાળ વિસ્તારોમાં પ્રાથમિક શિક્ષણ અને શૌચાલયોની સુવિધા જેવી માંગણીઓ ઉઠાવવામાં આવી. મજૂરીમાં શોષણ સામે કાયદેસર પગલાં લેવા તથા યોગ્ય મહેનતાણું ન મળે તો વૈકલ્પિક રોજગારી તરફ વળવાની હાકલ પણ કરવામાં આવી.

અમદાવાદથી પધારેલા હાઈકોર્ટ એડવોકેટ સમ્રાટ અશોકે અનુસૂચિત જનજાતિના સંવૈધાનિક અધિકારો અંગે માર્ગદર્શન આપ્યું. ગુજરાત પ્રદેશ બસપાના પૂર્વ મહાસચિવ નાગજીભાઈ ચૌહાણે સ્થાયી વસવાટ, કાયમી રોજગારી અને જાગૃત મતદાન અંગે પ્રેરણા આપી. મહાસંમેલનના મુખ્ય કન્વીનર એડવોકેટ મનસુખભાઈ ચૌહાણે રાજ્યભરમાં પ્રવાસ કરીને આ આયોજનને ઐતિહાસિક બનાવ્યું હોવાનું જણાવ્યું.

કાર્યક્રમ દરમિયાન આદિવાસી યુવાઓએ પારંપરિક નૃત્યો રજૂ કર્યા અને ‘જય ભીમ-જય જોહાર’ના નારાઓથી વાતાવરણ ગુંજી ઉઠ્યું. આગામી તા. 26 થી 28 ફેબ્રુઆરી દરમિયાન ટંકારા ખાતે બે દિવસીય સાંસ્કૃતિક “ભગોરિયા મેળા” યોજવાનો પણ નિર્ણય લેવાયો છે, જેમાં હજારો આદિવાસી ખેતમજૂરો ભાગ લેશે.

વર્કશોપનું ગુગલ મેપ પર લોકેશન મેળવવા માટે એડ પર ક્લિક કરો