HomeAllટોલ ટેક્સ બંધ થશે? જુઓ સરકારે સંસદમાં શું આપ્યો સ્પષ્ટ જવાબ

ટોલ ટેક્સ બંધ થશે? જુઓ સરકારે સંસદમાં શું આપ્યો સ્પષ્ટ જવાબ

નેશનલ: હાઇવે પર મુસાફરી કરતા વાહનચાલકો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. જો તમારા મનમાં પણ એવો સવાલ છે કે દેશમાંથી ટોલ ટેક્સ ક્યારે બંધ થશે, તો સરકારે સંસદમાં આ અંગે સ્થિતિ સ્પષ્ટ કરી દીધી છે. સરકારે જણાવ્યું છે કે હાલમાં નેશનલ હાઇવે પરથી ટોલ ટેક્સ હટાવવાનો કે ટોલ પ્લાઝા બંધ કરવાનો કોઈ પ્રસ્તાવ નથી. પ્રાઇવેટ કે સરકારી, તમામ રોડ પર ટોલ વસૂલાત ચાલુ રહેશે : સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયના જણાવ્યા મુજબ, પ્રાઇવેટ કંપનીઓ દ્વારા બનાવેલા રોડ પર કોન્ટ્રેક્ટનો સમય પૂરો થયા પછી પણ ટોલ વસૂલાત બંધ નહીં થાય. સમય મર્યાદા પૂરી થયા બાદ એ રોડ સરકાર હસ્તક આવી જશે અને નિયમો મુજબ આગળ પણ ટોલ લેવાનું ચાલુ રહેશે. આ સિવાય સરકારી ફંડથી બનેલા નેશનલ હાઇવે પર પણ ટોલ વસૂલાત યથાવત રહેશે. વ્હીકલ ટેક્સ અને ટોલ ટેક્સ વચ્ચે શું છે તફાવત?

સરકારે સંસદમાં સમજાવ્યું હતું કે રોડ ટેક્સ (વ્હીકલ ટેક્સ) અને ટોલ ટેક્સ બંને સાવ અલગ-અલગ છે. વ્હીકલ ટેક્સ ગાડી ખરીદતી વખતે રાજ્ય સરકારો દ્વારા લેવામાં આવે છે. જ્યારે બીજી તરફ, ટોલ ટેક્સ એ નેશનલ હાઇવેનો ઉપયોગ કરવા બદલ વાહનચાલકો પાસેથી લેવામાં આવતી ‘યુઝર ફી’ છે, જે 2008ના રાષ્ટ્રીય રાજમાર્ગ શુલ્ક નિયમો હેઠળ વસૂલવામાં આવે છે.ટોલમાંથી મળતા નાણાંનો ક્યાં થાય છે ઉપયોગ?

સરકારના જણાવ્યા પ્રમાણે, ટોલ ટેક્સ દ્વારા એકઠું થતું તમામ મહેસૂલ ભારતની સંચિત નિધિ માં જમા થાય છે. ત્યારબાદ બજેટ ફાળવણી દ્વારા આ પૈસાનો ઉપયોગ નેશનલ હાઇવેના રિપેરિંગ, જાળવણી, રસ્તા પહોળા કરવા અને નવા હાઇવે બનાવવાના પ્રોજેક્ટ્સ પાછળ કરવામાં આવે છે.ભવિષ્યમાં પણ ચાલુ રહેશે ટોલ સિસ્ટમ : હાઇવેના સતત વિકાસ અને તેની યોગ્ય જાળવણી માટે ટોલ સિસ્ટમમાંથી મળતી આવક ખૂબ જ જરૂરી છે. તેથી દેશમાં તમામ ટોલ પ્લાઝા હાલના નિયમો અનુસાર જ કામ કરતા રહેશે અને ટોલ વસૂલાત ભવિષ્યમાં પણ ચાલુ રહેશે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments