HomeAllવોટ્સએપ વેબ : હવે સીધાં બ્રાઉઝરથી ગ્રુપ કોલ!

વોટ્સએપ વેબ : હવે સીધાં બ્રાઉઝરથી ગ્રુપ કોલ!

: વોટ્સએપ પોતાનાં યુઝર્સ માટે સતત નવા ફીચર્સ ઉમેરી રહ્યું છે. હવે કંપનીએ વોટ્સએપ વેબને પહેલાં કરતાં વધુ ઉપયોગી બનાવવાની દિશામાં એક મોટું પગલું ભર્યું છે. અહેવાલો અનુસાર, વોટ્સએપ વેબ પર ગ્રુપ વોઇસ કોલ અને ગ્રુપ વિડિયો કોલની સુવિધા કેટલાક બીટા યુઝર્સ માટે રોલઆઉટ કરવામાં આવી રહી છે.

અત્યાર સુધી બ્રાઉઝર વર્ઝન પર માત્ર વન-ટુ-વન (બે વ્યક્તિ વચ્ચે) કોલિંગનો જ સપોર્ટ મળતો હતો, પરંતુ નવા અપડેટ પછી યુઝર્સ સીધાં વેબ બ્રાઉઝરથી ગ્રુપ કોલ પણ કરી શકશે. આ ફીચર ખાસ કરીને એવા લોકો માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે જેઓ ઓફિસના કામ, ઓનલાઈન મીટિંગ અથવા મિત્રો અને પરિવાર સાથે વાતચીત કરવા માટે વોટ્સએપ વેબનો ઉપયોગ કરે છે.

વોટ્સએપ વેબ પર આ નવું ફીચર કેવી રીતે કામ કરશે? :-
જો તમારા એકાઉન્ટ પર આ અપડેટ ઉપલબ્ધ છે, તો ગ્રુપ ચેટની અંદર તમને કોલ બટન જોવા મળશે. આ બટન પર ક્લિક કરીને તમે વોઇસ કોલ અથવા વિડિયો કોલનો વિકલ્પ પસંદ કરી શકો છો. સૌથી ખાસ વાત એ છે કે તમારે આખા ગ્રુપને કોલમાં સામેલ કરવાની જરૂર નહીં પડે. તમે તમારી જરૂરિયાત મુજબ માત્ર પસંદગીનાં લોકોને જ કોલમાં જોડી શકો છો.

32 લોકો એકસાથે જોડાઈ શકશે :-
વોટ્સએપ વેબ પર ગ્રુપ કોલમાં મહત્તમ 32 લોકો સામેલ થઈ શકશે. આ મર્યાદા વોટ્સએપની મોબાઈલ એપ અને ડેસ્કટોપ એપ જેટલી જ છે. આનાથી તમામ પ્લેટફોર્મ પર એક સરખો અનુભવ મળશે અને યુઝર્સ કોઈપણ ડિવાઈસથી સરળતાથી કોલમાં જોડાઈ શકશે.

કોલ લિંક અને સ્ક્રીન શેરિંગની સુવિધા :-
નવા અપડેટ સાથે કોલ લિંક ફીચર પણ આપવામાં આવ્યું છે. યુઝર્સ એક લિંક બનાવીને બીજાને મોકલી શકે છે અને લિંક મળતાં જ લોકો સરળતાથી કોલ જોઈન કરી શકે છે. આ ઉપરાંત વિડિયો કોલ દરમિયાન સ્ક્રીન શેરિંગનો વિકલ્પ પણ ઉપલબ્ધ રહેશે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments