HomeAllવરસાદમાં ફોન-લેપટોપને કોઈ નુકસાન નહીં થાય, બસ ફોલો કરો આ ટિપ્સ

વરસાદમાં ફોન-લેપટોપને કોઈ નુકસાન નહીં થાય, બસ ફોલો કરો આ ટિપ્સ

વરસાદની: સિઝનમાં ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓનું ધ્યાન વધારે રાખવું પડે છે. હાલમાં અનેક જગ્યાઓ પર પુષ્કળ વરસાદ પડી રહ્યો છે. આ સિઝનમાં ખાસ કરીને મોબાઈલ, લેપટોપ જેવા ગેજેટ્સનું ધ્યાન વધારે રાખવું પડે છે. લેપટોપ અને મોબાઈલ જેવા ગેજેટ્સમાં પાણી જાય છે તો મોટું નુકસાન થઈ શકે છે. આ નુકસાનથી બચવા માટે નાની-નાની બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. તો જાણો આ વિશે વધુમાં.

વરસાદની સિઝનમાં તમારે સ્કૂલ-કોલેજ, ઓફિસ તેમજ બીજા કામ માટે લેપટોપ, ફોન તેમજ બીજા ગેજેટ્સને બહાર લઈને જવું પડે તેમ છે તો આ એક્સેસરી તમને અનેક રીતે કામમાં આવી શકે છે. બજારમાં સરળતાથી 100-200 રૂપિયામાં ટ્રાન્સપરન્ટ વોટરપ્રૂફ પાઉચ મળી જાય છે. આ પાઉચ તમારા ઇયરબડ્સ અને પાવરબેન્કને પણ પાણીથી બચાવી શકે છે. આ પાઉચ તમે સરળતાથી બેગમાં કેરી કરી શકો છો.

તમે પાઉચ યુઝ કરવામાં કન્ફર્ટેબલ નથી તો વોટરપ્રૂફ સ્કિનનો યુઝ કરી શકો છો. આ ફોનનાં લુકને ખરાબ કરશે નહીં. વોટરપ્રૂફ સ્કિન તમારા ગેજેટ્સને બચાવવામાં મદદ કરે છે.

મોનસૂન સિઝનમાં વોલ્ટેજ અચાનક વધવા પર લેપટોપ ચાર્જર, રાઉટર, ટીવી અને બીજી અનેક ઇલેક્ટ્રોનિક વસ્તુઓ ખરાબ થઈ શકે છે, જેનાથી બચવા માટે તમે એક બેઝિક સ્પાઈક ગાર્ડ તેમજ સર્જ પ્રોટેક્શન એક્સટેન્શન સ્ટ્રિપ લઈ શકો છો. આ તમારા વોલ્ટેજને ડિવાઈસ સુધી પહોંચે તે પહેલાં જ એબ્જોર્બ કરી લેશે, જેના કારણે નુકસાનનું જોખમ ઓછું થઈ શકે છે. આ તમે સરળતાથી 1,000 રૂપિયાથી ઓછી કિંમતે ખરીદી શકો છો.

આમ, વરસાદની સિઝનમાં તમારું લેપટોપ અને ફોન પલળી ગયો છે તો તરત ચાર્જિંગ કરશો નહીં. આ સ્થિતિમાં ફોન અને લેપટોપ ચાર્જ કરવા પર ખતરનાક સાબિત થઈ શકે છે. આ કારણે મોટો ખર્ચો આવી શકે છે. આ માટે બેથી ત્રણ કલાક માટે ફોન તેમજ બીજા ગેજેટ્સને ખુલ્લી જગ્યા મૂકો.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય જાણકારી આધારિત છે. કોઇ પણ ઉપાય અજમાવતા પહેલાં એક્સપર્ટની સલાહ લેવી આવશ્યક છે.)

RELATED ARTICLES

Most Popular

Recent Comments