HomeAllવરસાદી ગતિવિધિ વધુ ઘટશે : હવે માત્ર છુટાછવાયા ઝાપટા વરસવાની શકયતા

વરસાદી ગતિવિધિ વધુ ઘટશે : હવે માત્ર છુટાછવાયા ઝાપટા વરસવાની શકયતા

રાજકોટ: ગુજરાતમાં ગત સપ્તાહમાં ભારે વરસાદ વરસ્યા બાદ બે દિવસથી મેઘરાજાનું જોર ધીમુ પડી ગયું છે અને હજુ એક સપ્તાહ સુધી વરસાદી ગતિવિધિ ધીમી જ રહેવાની આગાહી જાણીતા વેધર એનાલીસ્ટ અશોકભાઇ પટેલે કરી છે. તેઓએ આજે વાતચીતમાં જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર-કચ્છ-ગુજરાતમાં આગામી 10 ઓગષ્ટ સુધી આઇસોલેટેટથી છુટાછવાયા વિસ્તારોમાં સામાન્ય ઝાપટા કે હળવા વરસાદની શકયતા છે. દક્ષિણ ગુજરાતમાં અમુક દિવસે મધ્યમ વરસાદ પડી શકે છે. આ સમયગાળા દરમ્યાન રાજયમાં વ્યાપક કે સાર્વત્રીક વરસાદની સંભાવના નથી. પ્રવર્તમાન હવામાન ગતિવિધિ વિશે તેઓએ જણાવ્યું કે ચોમાસુ રેખા હાલમાં અનુપગઢ, દિલ્હી, શાહજહાપુર, બસ્તી, છાપરા થઇને પૂર્વ તરફ નાગાલેન્ડ સુધી પસાર થાય છે.

આ સિવાય મધ્ય અને ઉપલા ટ્રોપોસ્ફેરીક પશ્ચિમી પવનોમાં ટ્રર્ફ સ્વરૂપે રહેલું વેસ્ટર્ન ડિસ્ટબર્ન્સ જેની ધરી સમુદ્ર સપાટીથી 8.8 કિ. મી. ની ઉંચાઇએ છે જે હાલ 68 ઇસ્ટ રેખાંશ અને 3ર નોર્થ અક્ષાંશની ઉત્તર તરફ આવેલું છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રના આસપાસ વિસ્તારોમાં 5.8 કિ. મી. ની ઉંચાઇએ રહેલું અપરએર સાયકલોનિક સરકર્યુલેશન યથાવત છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments