HomeAllમોરબીમાં દારૂના નશામાં સરકારી વાહન ચલાવી અકસ્માત સર્જનાર પોલીસકર્મી સસ્પેન્ડ

મોરબીમાં દારૂના નશામાં સરકારી વાહન ચલાવી અકસ્માત સર્જનાર પોલીસકર્મી સસ્પેન્ડ

6 મહિના અગાઉ બનેલી ઘટનામાં સેમ્પલ રિપોર્ટ પોઝિટિવ આવતા જિલ્લા પોલીસવડા મુકેશ પટેલની કડક કાર્યવાહી

મોરબી: મોરબી જિલ્લા પોલીસમાં શિસ્ત અને જવાબદારી જળવાઈ રહે તે માટે જિલ્લા પોલીસવડા મુકેશ પટેલે મહત્વપૂર્ણ કાર્યવાહી કરતાં દારૂના નશામાં સરકારી વાહન ચલાવી અકસ્માત સર્જનાર પોલીસકર્મી અજય લાવડીયાને સસ્પેન્ડ કર્યા છે.

પ્રાપ્ત માહિતી મુજબ અંદાજે છ મહિના અગાઉ અજય લાવડીયાએ સરકારી વાહન દારૂના નશામાં ચલાવતા અકસ્માત સર્જ્યો હતો. અકસ્માત બાદ તેમના સેમ્પલ લેવામાં આવ્યા હતા. હવે સેમ્પલ રિપોર્ટ પોઝિટિવ આવતા વિભાગીય તપાસ પૂર્ણ થયા બાદ જિલ્લા પોલીસવડાએ તેમના વિરુદ્ધ સસ્પેન્શનની કાર્યવાહી અમલમાં મૂકી છે.

જિલ્લા પોલીસવડાની આ કાર્યવાહીથી સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે કે પોલીસ વિભાગમાં ફરજ બજાવતા કોઈપણ કર્મચારી દ્વારા કાયદા, શિસ્ત કે ફરજમાં બેદરકારી દાખવવામાં આવશે તો તેની સામે કોઈપણ પ્રકારની ઢીલાશ રાખવામાં આવશે નહીં.

પોલીસ વિભાગની વિશ્વસનીયતા જળવાઈ રહે તેમજ કાયદાનું પાલન કરાવતી એજન્સીમાં શિસ્તનું કડક પાલન થાય તે હેતુથી લેવામાં આવેલો આ નિર્ણય અન્ય કર્મચારીઓ માટે પણ ચેતવણીરૂપ માનવામાં આવી રહ્યો છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments