HomeAllગુજરાત માટે આનંદના સમાચાર, સરદાર સરોવર નર્મદા ડેમ 80.32% ભરાયો; ડેમને એલર્ટ...

ગુજરાત માટે આનંદના સમાચાર, સરદાર સરોવર નર્મદા ડેમ 80.32% ભરાયો; ડેમને એલર્ટ પર મૂકાયો

અમદાવાદ: ગુજરાત માટે આનંદના સમાચાર છે. તાજા રિપોર્ટ પ્રમાણે આજે છ ઓગસ્ટની સ્થિતિએ ડેમ કુલ ક્ષમતાના 80.32 ટકા ભરાયો છે. આ સાથે જ ડેમને એલર્ટ પર મૂકવામાં આવ્યો છે. ડેમની મહત્તમ ઊંચાઈ 138.68 મીટર છે, જેની સામે હાલ ડેમ 132.70 મીટર ભરાયો છે. ડેમમાં પાણીની ક્ષમતાની વાત કરવામાં આવે તો ડેમમાં કુલ 7598 MCM પાણીનો જથ્થો છે.

ડેમમાં હાલ ઉપરવાસમાંથી 44,962 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. તેની સામે ડેમમાંથી 3,271 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. ગઈકાલે એટલે કે 5મી ઓગસ્ટના રોજ ડેમની સપાટી 132.36 મીટર હતી.

6 ઓગસ્ટના રોજ રાજ્યના કુલ 207 ડેમમાંથી 26 ડેમ સંપૂર્ણ ભરાયેલા છે. આ ડેમોમાં કુલ 69.13 ટકા પાણી ભરાયેલું છે. ઉત્તર ગુજરાતના 15 ડેમમાં કુલ 42 ટકા પાણી છે. મધ્ય ગુજરાતના 17 ડેમમાંથી એક ડેમ સંપૂર્ણ ભરાયેલો છે, જ્યારે ડેમોમાં કુલ 56.09 ટકા પાણી છે. દક્ષિણ ગુજરાતના 13માંથી 9 ડેમ સંપૂર્ણ ભરાયેલા છે.

આ ડેમોમાં કુલ 74.21 ટકા પાણી છે. કચ્છમાં 20 ડેમમાંથી એક ડેમ સંપૂર્ણ ભરાયેલો છે. કુલ ડેમોમાં કુલ 25.49 ટકા પાણી છે. સૌરાષ્ટ્રના 141 ડેમોમાંથી 26 ડેમ સંપૂર્ણ ભરાયેલા છે. આ ડેમોમાં કુલ 63.10 ટકા પાણી છે.

રાજ્યના મોટા 207 ડેમમાંથી 34 ડેમ હાઇ એલર્ટ પર છે, આ ડેમોમાં 90 ટકાથી વધારે પાણી છે. સરદાર સરોવર નર્મદા ડેમ સહિત રાજ્યના 10 ડેમ એલર્ટ પર છે. આ ડેમોમાં 80થી 90 ટકા પાણી છે. રાજ્યના 9 ડેમને વોર્નિંગ પર મૂકવામાં આવ્યા છે, જેમાં 70-80 ટકા પાણી છે. રાજ્યના 153 ડેમમાં 70 ટકાથી ઓછું પાણી છે, આ ડેમો માટે કોઈ જ એલર્ટ આપવામાં આવ્યું નથી. સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી ક્યારે ક્યાં પહોંચી?

01-06-2026: 128.33 : 69.13% : 15-06-2026: 127.19 : 66.36% : 01-07-2026: 126.29 : 64.18% : 15-07-2026: 126.67

65.10% : 31-07-2026: 129.30 : 71.48% : 01-08-2026: 130.53 : 74.46% : 02-08-2026: 131.30 : 76.33% : 03-08-2026:

131.65 : 77.17% : 04-08-2026: 132.10 : 78.35% : 05-08-2026: 132.36 : 79.20% : 06-08-2026: 132.70 : 80.32%

ક્યૂસેક એટલે શું? : ક્યૂસેક (Cusec) એટલે Cubic Foot per Second (ft³/s). આ એકમ પાણીના સંગ્રહ માટે નહીં, પરંતુ પાણીના પ્રવાહ (Flow Rate) માટે વપરાય છે. એટલે કે એક સેકન્ડમાં કેટલું પાણી પસાર થાય છે તે ક્યૂસેકમાં માપવામાં આવે છે. એક ક્યૂસેકમાં કેટલા લિટર પાણી?

– 1 ક્યૂસેક = 1 ક્યુબિક ફૂટ પ્રતિ સેકન્ડ, 1 ક્યુબિક ફૂટ = 28.3168 લિટર, એટલે કે, 1 ક્યૂસેક = 28.3168 લિટર પ્રતિ સેકન્ડ. એટલે કે જો કોઈ ડેમમાંથી 1 ક્યૂસેક પાણી છોડવામાં આવે, તો દર સેકન્ડે લગભગ 28.3 લિટર પાણી બહાર નીકળે છે. જો 1000 ક્યૂસેક પાણી છોડવામાં આવે તો?

જો ડેમમાંથી 1000 ક્યૂસેક પાણી છોડવામાં આવે, તો તેની ગણતરી આ રીતે થાય છે. પ્રતિ સેકન્ડ = 28,316.8 લિટર, પ્રતિ મિનિટ = 16,99,008 લિટર, પ્રતિ કલાક = 10,19,40,480 લિટર, 24 કલાકમાં = 244 કરોડથી વધુ લિટર પાણી. આથી જ ભારે વરસાદ દરમિયાન થોડા હજાર ક્યૂસેક પાણી છોડવામાં આવે ત્યારે પણ લાખો-કરોડો લિટર પાણી નદીઓમાં વહે છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments