HomeAllમોરબીના જલારામ ધામ ખાતે યોજાયેલ નિદાન કેમ્પનો 260 દર્દીઓએ લાભ લીધો

મોરબીના જલારામ ધામ ખાતે યોજાયેલ નિદાન કેમ્પનો 260 દર્દીઓએ લાભ લીધો

મોરબી: મોરબી જલારામ ધામ ખાતે સ્વ. રણછોડભાઈ જીવરાજભાઈ કૈલા (હ. રવજીભાઈ કૈલા-ઘુંટુ) પરિવારના સહયોગથી યોજાયેલ વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાયો હતો જેનો 260 દર્દીઓએ લાભ લીધો હતો અને અત્યાર સુધી ના 59 કેમ્પ માં કુલ 16419 લોકોનુ વિનામુલ્યે સચોટ નિદાન થયું છે. સમગ્ર ગુજરાત ની નંબર 1 આંખ ની હોસ્પીટલ શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલ-રાજકોટ, શ્રી જલારામ ધામ-મોરબી તથા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-મોરબી દ્વારા સર્વજ્ઞાતિય વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાયો હતો જેનો 260 દર્દીઓએ લાભ લીધો હતો તે ઉપરાંત 112 લોકોના નિ:શુલ્ક નેત્રમણી ઓપરેશન કરવા માટે રાજકોટ રવાના કરવામાં આવ્યા હતા.

આ કેમ્પમાં શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલના ડો. બળવંતભાઈ,ડો. અલ્કેશભાઈ ખેરડીયા, ડો. કાનજીભાઈ, ડો. સુદામા, હેમુભાઈ પરમાર, આદમભાઈ,નિલેશભાઈ રાઠોડ દ્વારા આંખ ના દર્દી ઓ ની તપાસ કરવા મા આવી હતી તેમજ અત્યાધુનિક ફેકો મશીન દ્વારા ટાંકા વગર નુ સારા મા સારા સોફ્ટ ફોલ્ડેબલ લેન્સ (નેત્ર મણી) સાથે વિનામુલ્યે ઓપરેશન કરવામા આવ્યા હતા. આ કેમ્પને સફળ બનાવવા ગીરીશભાઈ ઘેલાણી તેમજ તેઓની ટીમે જહેમત ઉઠાવી હતી.

RELATED ARTICLES

Most Popular

Recent Comments