HomeAllમોરબીમાં 'કલા મહાકુંભ ૨૦૨૬-૨૭' માટે નોંધણીની અંતિમ તારીખ હવે ૩૦ ઓગસ્ટ સુધી...

મોરબીમાં ‘કલા મહાકુંભ ૨૦૨૬-૨૭’ માટે નોંધણીની અંતિમ તારીખ હવે ૩૦ ઓગસ્ટ સુધી લંબાવાઈ

મોરબી: રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા આયોજિત ‘કલા મહાકુંભ ૨૦૨૬-૨૭’માં ભાગ લેવા ઇચ્છુક કલાકારો અને સ્પર્ધકો માટે નોંધણીની મુદતમાં વધારો કરવામાં આવ્યો છે. અગાઉ નોંધણી માટેની અંતિમ તારીખ ૦૫ ઓગસ્ટ, ૨૦૨૬ નક્કી કરવામાં આવી હતી, જેને લંબાવી હવે ૩૦ ઓગસ્ટ, ૨૦૨૬ સુધી કરવામાં આવી છે.

જિલ્લાની કલાપ્રતિભાઓને પોતાની કળાનું પ્રદર્શન કરવા અને રાજ્યસ્તરીય મંચ પ્રાપ્ત થાય તે હેતુથી યોજાતા કલા મહાકુંભમાં ભાગ લેવા ઇચ્છુક સ્પર્ધકોએ નિયત નમૂનાનું અરજીપત્રક ભરવાનું રહેશે. અરજી સાથે સ્પર્ધક તથા સહાયકના આધારકાર્ડની નકલ તેમજ બેંક પાસબુકની નકલ ફરજિયાત જોડવાની રહેશે.

સંપૂર્ણ અરજીપત્રક જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, રૂમ નં. ૨૩૬/૨૫૭, બીજો માળ, તાલુકા સેવા સદન, લાલબાગ, મોરબી-૨ ખાતે કચેરી સમય દરમિયાન તા. ૩૦ ઓગસ્ટ, ૨૦૨૬ સુધીમાં જમા કરાવવાનું રહેશે.

જિલ્લા યુવા વિકાસ અધિકારીએ જણાવ્યું છે કે ૩૦ ઓગસ્ટ બાદ પ્રાપ્ત થતી અરજીઓ અથવા અધૂરી વિગતો ધરાવતા અરજીપત્રકો કોઈપણ સંજોગોમાં સ્વીકારવામાં આવશે નહીં. તેથી જિલ્લાના તમામ કલાકારો અને કલારસિકોને સમયમર્યાદામાં નોંધણી પ્રક્રિયા પૂર્ણ કરી કલા મહાકુંભમાં ભાગ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments