HomeAllમોરબીમાં 'નારી વંદન ઉત્સવ' અંતર્ગત 'બેટી બચાવો બેટી પઢાઓ' દિવસની ઉજવણી

મોરબીમાં ‘નારી વંદન ઉત્સવ’ અંતર્ગત ‘બેટી બચાવો બેટી પઢાઓ’ દિવસની ઉજવણી

મોરબી, તા. 6 ઓગસ્ટ : રાજ્ય સરકાર દ્વારા ઉજવાઈ રહેલા ‘નારી વંદન ઉત્સવ’ સપ્તાહ અંતર્ગત મોરબી ખાતે ‘બેટી બચાવો બેટી પઢાઓ’ દિવસની ઉજવણી નિમિત્તે કન્યા સુરક્ષા, શિક્ષણ અને સ્વાસ્થ્ય અંગે જાગૃતિ લાવવાના હેતુથી વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના સભાખંડ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં જિલ્લા મહિલા અને બાળ અધિકારી જે.બી. ત્રિવેદીએ દીકરીઓમાં આત્મવિશ્વાસ વધારવા, ગુણવત્તાયુક્ત શિક્ષણ પ્રાપ્ત કરી સ્વાભિમાન સાથે જીવનમાં આગળ વધવા તેમજ સમાજમાં સશક્ત સ્થાન પ્રાપ્ત કરવા પ્રેરણાદાયી માર્ગદર્શન આપ્યું હતું.

કાર્યક્રમ દરમિયાન બાળ સુરક્ષા એકમના સામાજિક કાર્યકર રંજનબેન મકવાણાએ ‘ગુડ ટચ, બેડ ટચ’ તેમજ પોક્સો (POCSO) અધિનિયમ અંગે વિદ્યાર્થીઓને સરળ ભાષામાં કાનૂની અને વ્યવહારુ માહિતી આપી હતી. ઉપરાંત, આરોગ્ય વિભાગના મેડિકલ ઓફિસર ડો. જિગીષા પટેલે કિશોરીઓને માસિક સ્વચ્છતા (Menstrual Hygiene) અંગે વૈજ્ઞાનિક માર્ગદર્શન આપી સ્વાસ્થ્ય જાળવવાના મહત્વ પર ભાર મૂક્યો હતો.

આ ઉપરાંત ડિસ્ટ્રિક્ટ કો-ઓર્ડિનેટર મયૂરભાઈ સોલંકીએ મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા અમલમાં મૂકાતી વિવિધ કલ્યાણકારી યોજનાઓની વિસ્તૃત માહિતી આપી હતી, જેથી લાભાર્થીઓ સરકારી યોજનાઓનો વધુમાં વધુ લાભ મેળવી શકે.

કાર્યક્રમમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી એન.એ. મહેતા સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ, કર્મચારીઓ તથા ઉપસ્થિતોએ ભાગ લઈ દીકરીઓના શિક્ષણ, સુરક્ષા અને સશક્તિકરણના સંદેશને વધુ વ્યાપક બનાવવા સંકલ્પ વ્યક્ત કર્યો હતો.

RELATED ARTICLES

Most Popular

Recent Comments