HomeAllમોરબી જિલ્લામાં ‘હર ઘર તિરંગા’ અભિયાન અને ‘વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસ’ની ઉજવણી...

મોરબી જિલ્લામાં ‘હર ઘર તિરંગા’ અભિયાન અને ‘વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસ’ની ઉજવણી માટે આયોજનને અંતિમ ઓપ

મોરબી: તા. ૭ ઓગસ્ટ આગામી ૧૫મી ઓગસ્ટ સ્વાતંત્ર્ય દિનની ઉજવણીના ભાગરૂપે મોરબી જિલ્લામાં તા. ૯થી ૧૪ ઓગસ્ટ દરમિયાન ‘હર ઘર તિરંગા’ અભિયાન તેમજ ‘વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસ’ અંતર્ગત વિવિધ દેશભક્તિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. આ કાર્યક્રમોની સુચારુ અને અસરકારક અમલવારી સુનિશ્ચિત કરવા જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી ખાતે સંબંધિત વિભાગોના અધિકારીઓની સમીક્ષા બેઠક યોજાઈ હતી.

બેઠક દરમિયાન જિલ્લા અને તાલુકા કક્ષાએ આયોજિત થનારી તિરંગા યાત્રાઓ, શાળા-કોલેજોમાં યોજાનારી વિવિધ સ્પર્ધાઓ તેમજ જનજાગૃતિ અભિયાનની તૈયારીઓની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી. કલેક્ટરે તમામ સંબંધિત વિભાગોને સમયસર અને સુચારુ આયોજન સાથે કાર્યક્રમો સફળતાપૂર્વક પૂર્ણ કરવા જરૂરી માર્ગદર્શન આપતાં સંકલનપૂર્વક કામગીરી કરવાની સૂચના આપી હતી.

આ પ્રસંગે જિલ્લા પોલીસ અધિક્ષક મુકેશ પટેલ, હળવદ પ્રાંત અધિકારી ધાર્મિક ડોબરીયા, જિલ્લા પુરવઠા અધિકારી હંસરાજસિંહ ગોહિલ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી શૈલેષચંદ્ર ભટ્ટ, ડિઝાસ્ટર મામલતદાર અલ્પેશ પરમાર સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

RELATED ARTICLES

Most Popular

Recent Comments