HomeAllમોરબીના વીરપરડા ગામનો કૂવો શાંત થયો, પાણીના ઉછાળા પાછળનું 'રહસ્ય' જાણવા તપાસ...

મોરબીના વીરપરડા ગામનો કૂવો શાંત થયો, પાણીના ઉછાળા પાછળનું ‘રહસ્ય’ જાણવા તપાસ તેજ

મોરબીના: વીરપરડા ગામનો કૂવો પાંચ દિવસ પછી શાંત થયો છે. જેને જોવા માટે લોકો અહી આવી રહ્યા છે. વીરપરડા ગામમાં એક કુવામાં છેલ્લા પાચ દિવસથી હિલોળા લેતા પાણીને લઇ અનેક તર્ક-વિતર્ક જોવા મળ્યા હતા. જો કે કૂવામાં પાણીના હિલોળાનું રહસ્ય જાણવા તપાસ તેજ થઇ છે. મોરબીના વીરપરડા ગામના રહસ્યમય કૂવાનું પાણી આખરે શાંત થયું છે.

છેલ્લા 5 દિવસથી કૂવામાં પાણી હલવાની ઘટના સામે આવી હતી. ઘટનાએ સમગ્ર મોરબી જિલ્લામાં ભારે કુતૂહલ અને ચર્ચા જગાવી હતી. અનેક લોકોએ ભૂકંપની આશંકા વ્યક્ત કરી અફવાઓ ફેલાઈ હતી. કુવાથી 500 મિટિર દૂર બીજો કૂવો ત્યાં કોઈ પણ પ્રકારની હલચલ નહીં. દૂરથી દૂરથી લોકો કૂવો જોવા આવી રહ્યા છે.

આખરે 5 દિવસના અંતે શાંત પડેલા રહસ્યમયી કૂવાને જોવા લોકો દૂરથી દૂરથી આવી રહ્યાં છે #Morbi #Virparada #MysteriousWell #Viral #VTVDigital pic. મોરબી તાલુકાના વીરપરડા ગામે કુવામાં રહસ્યમય કલચલ જોવા મળી રહી હતી. કુવાનું પાણી હાલક-ડોલક થતા ગ્રામજનોમાં કુતુહલ જોવા મળતુ હતું. આ દ્રશ્યો જોવા માટે આસપાસના લોકો પણ અહી પહોચ્યા હતા અને ઘણા લોકો ચમત્કાર ગણી રહ્યા હતા. કૂવામાં પાણી હાલકડોલક થતું હોય તેવો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ ઘટનામાં કલેક્ટરના આદેશથી ભૂસ્તર વિભાગની વોટર રિસર્ચ ટીમ દ્વારા સ્થળ તપાસ હાથ ધરાઈ છે. થી થશે ઓળખ

ભૂસ્તર વિભાગના વોટર રિસર્ચ ટીમે વીરપરડા ગામે પહોંચ્યા હતા અને કૂવાના પાણીના સેમ્પલ મેળવવાની સાથે કૂવાની લંબાઈ-પહોળાઈ માપી હતી. આ ઉપરાંત આસપાસના અન્ય કૂવાઓની પણ ચકાસણી કરવામાં આવી હતી.ભરતી અને ઓટના સમયની અસરને કારણે પાણી ઉછાળા મારતું હોવાનું કારણભૂત માનવામાં આવી રહ્યું છે. અહીંથી 15 કિલોમીટર દૂર નવલખી બંદર આવેલું છે. જો કે આજે સવારથી 40થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવા છતાં કૂવાનું પાણી સંપૂર્ણ શાંત જોવા મળ્યું હતું.

RELATED ARTICLES

Most Popular

Recent Comments