HomeAllUPI પેમેન્ટ પર ચાર્જ અંગે સૌથી મોટો ભ્રમ દૂર! ગ્રાહકો અને નાના...

UPI પેમેન્ટ પર ચાર્જ અંગે સૌથી મોટો ભ્રમ દૂર! ગ્રાહકો અને નાના વેપારીઓને મોટી રાહત

યુનિફાઇડ: પેમેન્ટ્સ ઇન્ટરફેસ (UPI) પર ચાર્જ વસૂલવામાં આવશે તેવી વિવિધ ચર્ચાઓ વચ્ચે પેમેન્ટ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા (PCI)એ સ્પષ્ટતા કરી છે. PCIએ જણાવ્યું છે કે સામાન્ય ગ્રાહકો અને નાના વેપારીઓ માટે UPI ચૂકવણી પહેલાની જેમ જ સંપૂર્ણપણે મફત રહેશે. હવે મૂળ મુદ્દો એ છે કે ઝડપથી વધી રહેલા આ ડિજિટલ પેમેન્ટ નેટવર્કને લાંબા સમય સુધી કેવી રીતે મજબૂત અને ટકાઉ બનાવી શકાય, જેને ધ્યાનમાં રાખીને કેટલાક નિર્ણયો લેવામાં આવી રહ્યા છે. ગ્રાહકો અને નાના વેપારીઓ માટે UPI રહેશે ફ્રી : PCIએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે, વર્ષ 2016માં UPIની શરૂઆત થઈ ત્યારથી જ સરકાર અને પેમેન્ટ ક્ષેત્રે ગ્રાહકો પાસેથી કોઈ પણ પ્રકારનો ટ્રાન્ઝેક્શન ચાર્જ લીધો નથી અને ભવિષ્યમાં પણ ગ્રાહકો કોઈ પણ ચાર્જ વગર UPIનો ઉપયોગ કરી શકશે.

આ ઉપરાંત નાના દુકાનદારો અને કરિયાણા વેપારીઓ પાસેથી પણ UPI પેમેન્ટ સ્વીકારવા પર કોઈ મર્ચેન્ટ ડિસ્કાઉન્ટ રેટ (MDR) લેવામાં આવશે નહીં. UPIને નાના કારોબારીઓ સુધી ડિજિટલ પેમેન્ટની સુવિધા પહોંચાડવાના હેતુથી બનાવવામાં આવ્યું હતું અને તેમની સુવિધા હંમેશા પ્રાથમિકતા રહેશે.Loading tweet… સિસ્ટમને સુરક્ષિત અને ટકાઉ બનાવવા પર ચર્ચા : UPI આજે વિશ્વની સૌથી મોટી રિયલ-ટાઇમ ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ બની ચૂકી છે. દર મહિને અબજોના ટ્રાન્ઝેક્શન થતા હોવાને કારણે આ સિસ્ટમને સુરક્ષિત, મજબૂત અને ટકાઉ બનાવી રાખવા માટે જરૂરી રોકાણ અને માળખા પર ચર્ચા થઈ રહી છે.

જોકે, તેનાથી ગ્રાહકો કે નાના વેપારીઓ પર કોઈ વધારાનો બોજ પડશે નહીં. PCIના જણાવ્યા મુજબ, નેશનલ ડિજિટલ પેમેન્ટ સિસ્ટમને ચલાવવામાં ટેકનોલોજી, સાઇબર સુરક્ષા, ગ્રાહક સહાયતા અને નિયમોના પાલન પાછળ સતત ખર્ચ થાય છે, જે હાલમાં બેંકો અને પેમેન્ટ સર્વિસ પ્રોવાઇડર્સ ભોગવી રહ્યા છે. મોટા વેપારીઓ પર લાગી શકે છે ચાર્જ : PCIએ સ્પષ્ટ કર્યું છે કે જો ભવિષ્યમાં મોટા વેપારીઓ પર મર્ચેન્ટ સર્વિસ ચાર્જ લાગુ કરવામાં આવે, તો પણ તેનો અર્થ એ નથી કે ગ્રાહકોએ UPIનો ઉપયોગ કરવા માટે ચાર્જ ચૂકવવો પડશે. આ ચાર્જ માત્ર વેપારી અને પેમેન્ટ સર્વિસ પ્રોવાઇડર વચ્ચેનો વ્યાવસાયિક કરાર હશે.

વિશ્વના ઘણા દેશોમાં પણ આવી વ્યવસ્થા લાગુ છે, જ્યારે ગ્રાહકો માટે ડિજિટલ પેમેન્ટ સેવાઓ સામાન્ય રીતે વિનામૂલ્યે ઉપલબ્ધ રહે છે. છેલ્લા 10 વર્ષથી બેંકો, પેમેન્ટ સર્વિસ પ્રોવાઇડર્સ, ફિનટેક કંપનીઓ, NPCI અને RBI ટેકનોલોજી, સાયબર સુરક્ષા અને ફ્રોડ રોકવા માટે સતત રોકાણ કરી રહ્યા છે, જેથી UPI દિવસના 24 કલાક અને અઠવાડિયાના 7 દિવસ સુરક્ષિત રીતે કામ કરી રહ્યું છે. વધતા ટ્રાન્ઝેક્શન સાથે આ સુરક્ષા અને નવીનતા જાળવી રાખવા માટે રોકાણ જરૂરી છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments