HomeAllમોરબી મહાપાલિકામાં બ્રહ્મ સમાજના નિયુકત ચેરમેન - વાઈસ ચેરમેનનું સન્માન

મોરબી મહાપાલિકામાં બ્રહ્મ સમાજના નિયુકત ચેરમેન – વાઈસ ચેરમેનનું સન્માન

મોરબી: મોરબી મહાનગરપાલિકાની પહેલી ચૂંટણીમાં બ્રહ્મ સમાજના એક મહિલા અને બે યુવા આગેવાનો કોર્પોરેટર તરીકે ચૂંટાયેલ હતા ત્યાર બાદ તાજેતરમાં જુદીજુદી કમિટીના ચેરમેન અને વાઇસ ચેરમેનની વરણી કરવામાં આવેલ છે જેમાં રોશની સમિતિના ચેરમેન પદે જયદીપભાઈ મહેતા, ટાઉન પ્લાનિંગ સમિતિના વાઇસ ચેરમેન પદે કેયૂરભાઈ પંડયા અને માધ્યમિક અને આનુંસંગિક શિક્ષણ સમિતિના વાઇસ ચેરમેન પદે શ્રીમતી મમતાબેન ઠાકરની વરણી કરવામાં આવી છે.ત્યારે મોરબી પરશુરામ યુવા ગ્રૂપના હોદ્દેદારો અને સભ્યો દ્વારા નવનિયુક્ત ચેરમેન તેમજ વાઇસ ચેરમેનના નિવાસસ્થાને રૂબરૂ લઈને તેઓને પુષ્પગુચ્છ અને પરશુરામની દાદાની મુર્તિ અર્પણ કરીને સન્માન કરવામાં આવ્યું હતું આ તકે મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ તરીકે કૌશલભાઈ મહેતા, મહામંત્રી વિશ્વાસભાઈ જોષી સહિતના હાજર રહ્યા હતા.

RELATED ARTICLES

Most Popular

Recent Comments