HomeAllહળવદના કડિયાણા ગામે ડિગ્રી વગર તબીબી પ્રેક્ટિસ કરતો બોગસ ડોક્ટર ઝડપાયો

હળવદના કડિયાણા ગામે ડિગ્રી વગર તબીબી પ્રેક્ટિસ કરતો બોગસ ડોક્ટર ઝડપાયો

મોરબી: જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારોમાં લોકોના અરોગ્ય સાથે ચેડાં કરતા બોગસ ડોક્ટરો સામે પોલીસે આકરા પગલાં ભરવાનું શરૂ કર્યું છે. મોરબી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમ દ્વારા ચોક્કસ ગુપ્ત બાતમીના આધારે હળવદ તાલુકામાં રેડ કરવામાં આવી હતી. આ દરમિયાન કોઈ પણ પ્રકારની મેડિકલ ડિગ્રી વગર ગેરકાયદેસર રીતે ક્લિનિક ચલાવતા એક બોગસ ડોક્ટરને રંગેહાથ ઝડપી લેવામાં આવ્યો છે.કડિયાણા ગામે ડિગ્રી વગર ચાલતું હતું ગેરકાયદે દવાખાનું

હળવદ તાલુકાના કડિયાણા ગામે નરેન્દ્રભાઈ જયંતિલાલ કેલા નામનો શખ્સ કોઈપણ માન્ય ડિગ્રી કે સર્ટિફિકેટ વગર બિનઅધિકૃત રીતે દવાખાનું ખોલીને ગ્રામજનોના આરોગ્ય સાથે રમતો હતો. SOG એ અચાનક રેડ કરીને જ્યારે તેની પાસે તબીબી પ્રેક્ટિસ માટેના જરૂરી આધાર-પુરાવા અને ડિગ્રી માંગ્યા ત્યારે તે કોઈ સંતોષકારક જવાબ આપી શક્યો ન હતો.રૂપિયા 45,582 નો મેડિકલ મુદ્દામાલ અને રોકડ જપ્ત

આ રેડ દરમિયાન પોલીસે દવાખાનામાંથી મોટી માત્રામાં એલોપેથિક દવાઓ, સિરિંજ, તબીબી સાધનો અને રોકડ રકમ મળીને કુલ ₹45,582 નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. આ તમામ અલોપેથિક દવાઓનો જથ્થો તંત્ર દ્વારા સીઝ કરવામાં આવ્યો છે.

હળવદ પોલીસ મથકે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી: SOG ની આ સફળ કાર્યવાહી બાદ આરોપી નરેન્દ્ર કેલા વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. હળવદ પોલીસે આરોપીની ધરપકડ કરીને તેની સામે ગુજરાત મેડિકલ પ્રેક્ટિસનર એક્ટ હેઠળ કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટના બાદ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ચાલતા અન્ય બોગસ તબીબોમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments