મોરબી મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘની મહાસમિતિની સાધારણ સભા ગત શનિવારને તા.8/8/2026 નાં રોજ નીલકંઠ મહાદેવના સાનિધ્યમાં રાણેકપર પ્રા. શાળા ખાતે મોરબી જિલ્લા પ્રા. શિ. સંઘનાં પૂર્વ પ્રમુખ ઘનશ્યામભાઈ દેથરીયાના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી. જેમાં મહાસમિતિના 109 સભ્યો તથા શિક્ષક મિત્રોએ બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા આ તકે મોરબી જિલ્લા પ્રા.

શિ. સંઘના હિસાબોની વિગતો રજૂ કરવામાં આવી હતી. ત્યારબાદ જિલ્લા પ્રા. શિ. સંઘના નવા પ્રમુખ તરીકેની દરખાસ્ત મુકવામાં આવી હતી જે બિનહરીફ જાહેર થયેલ છે.

શિક્ષકોના હિત માટે હંમેશા ચિંતિત અને શિક્ષકોના પ્રશ્નોને વાચા આપનાર દિનેશભાઇ હૂંબલની સતત બીજી વખત બિનહરીફ પ્રમુખ તરીકે સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. પ્રમુખની વરણી બાદ હોદ્દાની રૂએ પ્રમુખ દ્વારા મોરબી જિલ્લા પ્રા. શિ. સંઘના મહામંત્રી તરીકે પ્રફુલભાઈ નાયકપરાની વરણી કરવામાં આવી હતી અને પ્રમુખ દ્વારા ઉદબોધનમાં શિક્ષકોના હાલ રહેલા પ્રશ્નો તથા સમસ્યાઓ બાબતે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી તથા આગામી સમયનું વિઝન રજૂ કરવામાં આવ્યું હતું.

ત્યાર બાદ મહાસમિતિના સભ્યોએ નવનિયુક્ત પ્રમુખ તથા મહામંત્રીનું શાલ ઓઢાડીને સન્માન કર્યું હતું અને આવકાર્યા હતા આ તકે ગત વર્ષના મોરબી જિલ્લાના તમામ ઘટક સંઘના પ્રમુખ/ મહામંત્રીઓનું પણ મોરબી જિલ્લા પ્રા.શિ. સંઘ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. નવા વરણી થયેલ પ્રમુખ તથા મહામંત્રી દ્વારા મોરબી જિલ્લાના શિક્ષકોના શક્ય તેટલા બધા જ પ્રશ્નોના સોલ્યુશન માટે બનતા બધા પ્રયત્નો કરવાની બાંહેધરી આપવામાં આવી હતી.






















