HomeAllદાડમ ફાર્મ અને ટિસ્યુકલ્ચર લેબની જિલ્લા કલેક્ટરે લીધી મુલાકાત

દાડમ ફાર્મ અને ટિસ્યુકલ્ચર લેબની જિલ્લા કલેક્ટરે લીધી મુલાકાત

{{DK_SUBHEADING}}

મોરબી: જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરે દ્વારા હળવદ તાલુકાના શિરોઈ ગામ ખાતે પ્રગતિશીલ ખેડૂતના દાડમ ફાર્મ તેમજ હળવદ ખાતે અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની મુલાકાત લેવામાં આવી હતી. મોરબી જિલ્લામાં આધુનિક બાગાયતી ખેતીને પ્રોત્સાહન આપવા, નવીન કૃષિ ટેકનોલોજીનો વ્યાપ વધારવા અને ખેડૂતોની આવકમાં વધારો થાય તેવા ઉદ્દેશ્યથી આ મુલાકાત યોજાઈ હતી.

શિરોઈ ખાતે દાડમ ફાર્મની મુલાકાત દરમિયાન કલેક્ટર સ્વપ્નિલ ખરે દ્વારા દાડમના પાકનું ઉત્પાદન, ગુણવત્તા, ખેતી પદ્ધતિ, માર્કેટિંગ વ્યવસ્થા તેમજ ખેડૂતોને મળતા સરકારી લાભો અંગે પ્રગતિશીલ ખેડૂત સાથે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત બાગાયત વિભાગની પેક હાઉસ સહાય યોજના સહિતની વિવિધ યોજનાઓની વિગતો મેળવી તેના અમલીકરણ અંગે પણ જાણકારી મેળવવામાં આવી હતી.

ત્યારબાદ કલેક્ટરે હળવદ ખાતે અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની મુલાકાત લીધી હતી. અહીં ટિસ્યુકલ્ચર પદ્ધતિ દ્વારા કેળા અને દાડમના ગુણવત્તાસભર રોપાઓના ઉત્પાદનની ટેકનિકલ પ્રક્રિયાનું તેમણે ઝીણવટપૂર્વક નિરીક્ષણ કર્યું હતું.

ટિસ્યુકલ્ચર ટેકનોલોજીના ઉપયોગથી ગુણવત્તાસભર રોપાઓનું ઉત્પાદન વધારી બાગાયતી ખેતીને વધુ આધુનિક અને ઉત્પાદક બનાવવાની શક્યતાઓ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. સાથે જ ટિસ્યુકલ્ચર ક્ષેત્રને પ્રોત્સાહન આપતી વિવિધ સરકારી યોજનાઓનો લાભ વધુમાં વધુ ખેડૂતો સુધી પહોંચે તે અંગે સંબંધિત અધિકારીઓ સાથે ચર્ચા કરવામાં આવી હતી.

આ મુલાકાત દરમિયાન નાયબ બાગાયત નિયામક વી.એચ. નકુમ, હળવદ બાગાયત અધિકારી બી.એચ. કોઠારીયા અને મોરબી બાગાયત નિરીક્ષક એમ.ડી. ચાવડા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

RELATED ARTICLES

Most Popular

Recent Comments