HomeAllમોરબી: પ્રાથમિક સુવિધાઓના અભાવે એસ.ટી. કર્મચારીઓ પરેશાન, નવા બસસ્ટેન્ડ ખાતે પાણી સહિતની...

મોરબી: પ્રાથમિક સુવિધાઓના અભાવે એસ.ટી. કર્મચારીઓ પરેશાન, નવા બસસ્ટેન્ડ ખાતે પાણી સહિતની સુવિધાઓ માટે રજૂઆત

{{DK_SUBHEADING}}

મોરબી: મોરબી એસ.ટી. ડેપોના કર્મચારીઓ દ્વારા નવા બસસ્ટેન્ડ ખાતે રાત્રિ રોકાણ દરમિયાન જરૂરી પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા અંગે રજૂઆત કરવામાં આવી છે. કર્મચારીઓએ જણાવ્યું છે કે નવા બસસ્ટેન્ડમાં રાત્રિ રોકાણ માટે જરૂરી સુવિધાઓના અભાવે તેમને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

રજૂઆત મુજબ, ખાસ કરીને પીવાના પાણી સહિત દૈનિક ઉપયોગ માટેની જરૂરી સુવિધાઓનો અભાવ છે. કર્મચારીઓ દ્વારા અગાઉ પણ સંબંધિત કચેરીમાં મૌખિક તેમજ લેખિત રજૂઆત કરવામાં આવી હોવા છતાં સમસ્યાનું યોગ્ય નિરાકરણ આવ્યું નથી.

કર્મચારીઓએ વધુમાં જણાવ્યું છે કે રાત્રિ રોકાણ દરમિયાન પાણી જેવી મૂળભૂત સુવિધા ઉપલબ્ધ ન હોવાથી કર્મચારીઓને ભારે હાલાકી ભોગવવી પડે છે. જેથી નવા બસસ્ટેન્ડ ખાતે તાત્કાલિક ધોરણે પૂરતી પાણીની વ્યવસ્થા તેમજ અન્ય જરૂરી પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

આ અંગે રજૂઆત સાથે એસ.ટી. વિભાગના સંબંધિત અધિકારીઓ અને કર્મચારીઓના સંપર્કોની યાદી પણ રજૂ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. કર્મચારીઓની સમસ્યાને ગંભીરતાથી લઈ તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે અને જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments