HomeAllમોરબીમાં બંધ પડેલ ફિલ્ટર હાઉસ ચાલુ કરી લોકોને શુધ્ધ પાણી આપવા કોંગ્રેસની...

મોરબીમાં બંધ પડેલ ફિલ્ટર હાઉસ ચાલુ કરી લોકોને શુધ્ધ પાણી આપવા કોંગ્રેસની રજુઆત

{{DK_SUBHEADING}}

મોરબી: મોરબી શહેરના લોકોને મહાપાલિકા દ્વારા પીવાનું પાણી વિતરણ કરવામાં આવે છે જોકે, ફિલ્ટર હાઉસ બંધ પડેલ હોય લોકોને દૂષિત પાણીનું છેલ્લા ઘણા સમયથી વિતરણ કરવામાં આવે છે જેની લોકોમાંથી ફરિયાદ ઉઠી રહી છે તો પણ મહાપાલિકા દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી જેથી મોરબી શહેર કોંગ્રેસના પ્રમુખની આગેવાની હેઠળ મેયરને લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી અને હાલમાં પીવા લાયક શુદ્ધ પાણી આપવાની માંગ કરવામાં આવી છે અને જો મનપા દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.

મોરબી મહાપાલિકાના 13 વોર્ડ છે અને તેમાં મહાપાલિકા દ્વારા છેલ્લા ઘણા સમયથી દૂષિત પાણીનું વિતરણ કરવામાં આવે છે જેથી મંગળવારે મોરબી શહેર કોંગ્રેસના પ્રમુખ પુષ્પરાજ સિંહજાડેજાની આગેવાની હેઠળ મોરબી મહાપાલિકાના મેયર ઉતમ સુરાણીને લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી જેમાં જણાવ્યું હતું કે શહેરના દરેક વોર્ડમાં પાણીની સમસ્યા દિવસેને દિવસે ગંભીર બની રહી છે.

અને લોકોને મહાપાલિકા દ્વારા દૂષિત તથા દુર્ગાધ યુક્ત પાણીની સપ્લાય કરવામાં આવે છે જેથી મોરબીમાં પાણીજન્ય રોગચાળો ફાટી નીકળે અને લોકોને ઝાડા ઉલટી, ટાયફોડ, કમળો વગેરે જેવા રોગ થાય તેવી શક્યતાઓ છે જેથી લોકોને પીવાનું શુધ્ધ આપવામાં આવે તેવી માંગ કરી છે અને વધુમાં પુષ્પરાજસિંહ જાડેજાએ જણાવ્યુ હતું કે, મોરબીમાં પાણીના ફિલ્ટર પ્લાન્ટ બંધ છે.તેને ચાલુ કરવામા આવે અને લોકોને શુદ્ધ પાણી મળે તેવી વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ કરી છે અને જો કામ કરવામાં નહીં આવે આગામી સમયમાં સ્થાનિક લોકોને સાથે રાખીને મોરબી મહાનગરપાલિકા કચેરી ખાતે ઉગ્ર આંદોલન અને ધરણા કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારે હતી આ તકે કોંગ્રેસના આગેવાન મુકેશભાઈ ગામી, રાજુભાઈ ટાવર, દમયંતીબેન નિરંજની, વસીમભાઈ મનસુરી સહિતના આગેવાનો સાથે રહ્યા હતા.

RELATED ARTICLES

Most Popular

Recent Comments