
ડિજિટલ: યુગમાં મોટાભાગનાં લોકો ફાઈલ્સ ઓનલાઈન સેવ કરતા હોય છે, જેમાં ગૂગલ ડ્રાઈવ એક મહત્વની ભૂમિકા ભજવે છે. આ સાથે જ મોટાભાગનાં લોકો ફોટોઝથી લઈને વીડિયોનું બેકઅપ Google Photos માં રાખવા માટે Google Drive ની ડેસ્કટોપ એપનો ઉપયોગ કરે છે, પરંતુ હવે આ યુઝર્સ માટે ખરાબ સમાચાર છે. જો કે ગૂગલે Google Drive for desktop દ્વારા Google Photos માં ફોટો અને વીડિયોનું ઓટોમેટિક બેકઅપ બંધ કરી દીધું છે. આમ, તમને જણાવી દઈએ કે આ ચેન્જિસ પછી જે ફોલ્ડર્સને Google Drive દ્વારા Google Photosનાં બેકઅપ માટે પસંદગી કરી છે તેમાં આવતાં નવા ફોટો અને વીડિયો આપોઆપ જ Google Photos માં અપલોડ થશે નહીં.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર અત્યાર સુધી Google Drive for desktop માં કમ્પ્યુટરમાં કોઈ ફોલ્ડરની પસંદગી કરીને તેનાં ફોટો અને વીડિયો સીધા Google Photos માં બેકઅપ કરવાની સુવિધા યુઝર્સને મળતી હતી. આ ફીચર દ્વારા યુઝર્સને વારંવાર ફોટો અને વીડિયો અપલોડ કરવાની જરૂરિયાત પડતી નહોતી. પરંતુ હવે કંપનીએ આ ફીચર બંધ કરી દીધું છે. જેનાં પરથી એ સ્પષ્ટ થાય છે કે હવે ફોલ્ડરમાંથી આપોઆપ તસવીરો અને વીડિયો ગૂગલ ફોટોઝમાં અપલોડ થશે નહીં. આમ, તમને જણાવી દઈએ કે ગૂગલ ડ્રાઈવ તેમજ ગૂગલ ફોટોઝ બંધ થઈ રહ્યાં નથી.

આ બન્ને જેમ પહેલાં કામ કરતા હતા બસ તે જ રીતે કામ કરશે. બસ કંપનીએ એક ખાસ ફીચરમાં બદલાવ કર્યો છે જે ડ્રાઈવ દ્વારા કમ્પ્યુટરનાં ફોટાને ગૂગલ ફોટોઝમાં બેકઅપ કરીને સેવ કરતા હતા. આમ, તમારી જાણકારી અનુસાર જણાવી દઈએ કે તમે સ્માર્ટફોનથી Google Photos માં ફોટો અને વીડિયો બેકઅપ લો છો તો તમને કોઈ ફરક પડશે નહીં. Google Photos એપ દ્વારા ફોનનાં ફોટાનું નોર્મલ બેકઅપ જારી રહેશે. આ બદલાવ ખાસ કરીને બેકઅપ લેવા માટે Google Drive for desktop પર નિર્ભર હતા.






















