{{DK_SUBHEADING}}

મોરબી: ગુજરાત રાજય સંસ્કૃત બોર્ડ દ્વારા આયોજિત સંસ્કૃતકક્ષ નું મોરબીની સાર્થક વિદ્યામંદીર શાળામાં ભવ્ય ઉદ્ભઘાટન આગામી ને રવિવારે કરવામાં આવશે. ખાસ કરીને સંસ્કૃત ભાષા અને સંસ્કૃતિના સંવર્ધન માટે આ સંસ્કૃતકક્ષ કાર્યરત કરવામાં આવશે.મોરબીની સાર્થક વિદ્યામંદીર શાળામાં આગામી રવિવારે સવારે 8 થી 11 દરમ્યાન સંસ્કૃત સાંસ્કૃતિક કાર્યક્રમ સભા ખંડમાં યોજાશે આ તકે ભારતનો ભવ્ય વારસો સંસ્કૃત, કૌટિલ્ય અર્થશાસ્ત્ર, ભરતમુનિ નાટ્યશાસ્ત્ર, વિજ્ઞાનની વિરાસત સંસ્કૃત, સંસ્કૃત ક્રિડાઓ (રમતો), કથા (વાર્તા), વ્યવહારમાં વપરાતા સંસ્કૃત શબ્દો ચિત્ર દ્વારા, સુભાષિત- શ્લોક- ગીતા કંઠસ્થિકરણ, કશદય સંસ્કૃત (સરળ પાઠ્ય બિંદુઓ દ્વારા), કંઠસ્થીકરણ પ્રકલ્પ, અવિસ્મરણીય અદ્દભુત પ્રદર્શની (વિદ્યાર્થીઓ દ્વારા રજૂ થશે) યોજાશે. અને ત્યાર બાદ 11 વાગ્યે સંસ્કૃતકક્ષનું ઉદ્ઘાટન કરવામાં આવશે ત્યાર બાદ સાંજના 5 વાગ્યા સુધી સંસ્કૃતકક્ષની મુલાકાત લઈ શકશે.
























