HomeAll15 ઓગસ્ટ 2027થી બુલેટ ટ્રેન દોડાવવાનો ટારગેટ : નવુ અપડેટ જાહેર

15 ઓગસ્ટ 2027થી બુલેટ ટ્રેન દોડાવવાનો ટારગેટ : નવુ અપડેટ જાહેર

ભારતની પ્રથમ બુલેટ ટ્રેન ચલાવવાની તૈયારીઓ હવે અંતિમ તબક્કામાં ચાલી રહી છે

અમદાવાદ: ભારતની પ્રથમ બુલેટ ટ્રેન ચલાવવાની તૈયારીઓ હવે અંતિમ તબક્કામાં ચાલી રહી છે. આ હાઇ-સ્પીડ પ્રોજેક્ટના પ્રથમ તબક્કાનો પ્રારંભ આગામી વર્ષે 2027માં 15મી ઓગસ્ટના રોજ કરવાનો ટાર્ગેટ રાખવામાં આવ્યો છે. આ ટ્રેન મુંબઈ-અમદાવાદ રૂટ પર દોડશે. કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે સોશિયલ મીડિયા પર આ મિશન સાથે જોડાયેલા કામની ઝડપનો એક વીડિયો શેર કરીને મોટું અપડેટ આપ્યું છે. રેલ મંત્રીએ તેમના એક્સ હેન્ડલ પર પોસ્ટ કરીને જણાવ્યું કે, 508 કિલોમીટર લાંબો મુંબઈ-અમદાવાદ હાઈ-સ્પીડ રેલ કોરિડોર હવે ઝડપથી આકાર લઈ રહ્યો છે.

તેમણે શેર કરેલા વીડિયોમાં ગુજરાતના નવસારી પાસે ટ્રેક પર ઇલેક્ટ્રિફિકેશન (વીજળીકરણ)નું કામ ખૂબ જ ઝડપથી ચાલી રહ્યું હોવાનું દેખાઈ રહ્યું છે, જે આ સમગ્ર પ્રોજેક્ટ માટે એક મહત્વપૂર્ણ તબક્કો છે. વીડિયોમાં એન્જિનિયરો અને કર્મચારીઓ વીજળીની સિસ્ટમ ફિટ કરતા નજરે પડે છે. રેલવે મંત્રાલય દ્વારા આપવામાં આવેલી વિગતો મુજબઃ આ કોરિડોરમાં 1,125 ટ્રેક કિલોમીટર પર કામ ચાલી રહ્યું છે. ટ્રેક પર વીજળીના વાયરોને સપોર્ટ આપવા માટે 22,000 ઓવરહેડ ઇલેક્ટ્રિકલ માસ્ટ લગાવવામાં આવી રહ્યા છે. ઓવરહેડ વાયર સિસ્ટમ માટે જરૂરી 25,700 કેન્ટિલીવર એસેમ્બલી ફિટ કરવામાં આવી રહી છે.

બુલેટ ટ્રેન જ્યારે આ રૂટ પર ફૂલ સ્પીડમાં દોડશે, ત્યારે તેની ઝડપ 320 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે. હાલમાં મુંબઈથી અમદાવાદ વચ્ચે સુપરફાસ્ટ/વંદે ભારત જેવી ટ્રેનોમાં મુસાફરી કરવા માટે આશરે 6 કલાકનો સમય લાગે છે. બુલેટ ટ્રેન શરૂ થયા બાદ આ 6 કલાકનું અંતર ઘટીને માત્ર 2 કલાક જેટલું થઈ જશે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments