HomeAllફેસબુક-ઇન્સ્ટાગ્રામના દિવસો ભરાઈ ગયા? ભારત બાદ હવે અમેરિકનો પણ ભડક્યાં; જાણો શું...

ફેસબુક-ઇન્સ્ટાગ્રામના દિવસો ભરાઈ ગયા? ભારત બાદ હવે અમેરિકનો પણ ભડક્યાં; જાણો શું કહ્યું?

{{DK_SUBHEADING}}

ફેસબુક-ઇન્સ્ટાગ્રામ: ચલાવતી કંપની મેટાની મનમાની ભારતમાં સામે આવી ગઈ છે. સરકારે સકંજો કસ્યો તો ખુદ મેટાના માલિક માર્ક ઝુકરબર્ગે માફી માગવી પડી હતી, પરંતુ હવે રોયટર્સનો સર્વે કહી રહ્યો છે કે ખુદ અમેરિકનો આ કંપનીઓ પર કડક કાર્યવાહી કરવા માગે છે. ઘણા લોકો તો આ કંપનીઓને બંધ કરવાની તરફેણમાં પણ છે. સર્વેમાં સામેલ લોકોનું માનવું છે કે આ કંપનીઓ એવા સાધનોનો ઉપયોગ કરે છે, જેના કારણે બાળકો અને યુવાનો એટલે કે Gen-Zને તેની લત લાગી જાય છે અને પછી તેઓ તેના ઈશારે ચાલવા લાગે છે.Reuters અને Ipsosના આ સર્વેમાં 61% અમેરિકનોએ કહ્યું કે, સોશિયલ મીડિયા કંપનીઓ પર સરકારે વધુ કડક નિયમો લાગુ કરવા જોઈએ.

16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે ઉંમરની ચકાસણી લાગુ કરવાને સૌથી વધુ સમર્થન મળ્યું છે. સર્વેમાં 66% લોકોએ કહ્યું કે, સોશિયલ મીડિયા કંપનીઓ માટે એવી વ્યવસ્થા હોવી જરૂરી છે, જેના કારણે 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો આ પ્લેટફોર્મ પર સરળતાથી એકાઉન્ટ બનાવી ન શકે. રિપબ્લિકન પક્ષના 74% અને ડેમોક્રેટ પક્ષના 69% લોકોએ તેનું સમર્થન કર્યું હતું. અમેરિકાના એક ડઝનથી વધુ રાજ્યોમાં સગીરોના સોશિયલ મીડિયાના ઉપયોગને લઈને કાયદા પણ બનાવવામાં આવ્યા છે. મેટા પર ભારે દંડની પણ માગ

આ ચર્ચા વચ્ચે મેટા પર યુવાનોને પોતાના પ્લેટફોર્મની લત લગાડવાના આરોપો પણ લાગ્યા છે. કંપની આ આરોપોને નકારે છે. એક કેસમાં અમેરિકાના રાજ્યો તરફથી મેટા પર ભારે દંડની માગ કરવામાં આવી છે અને કંપનીએ કહ્યું છે કે, કેસ હારી જાય તો તેના પર 1.4 ટ્રિલિયન ડોલર સુધીનો દંડ લાગી શકે છે. આ ઉપરાંત ન્યૂ મેક્સિકોની એક અદાલતે તાજેતરમાં મેટાને કિશોરોના માનસિક સ્વાસ્થ્ય માટેના ભંડોળમાં 567 મિલિયન ડોલર આપવા અને યુવા યુઝર્સ માટે પોતાના પ્લેટફોર્મમાં ફેરફાર કરવાનો આદેશ આપ્યો છે. મેટા, TikTokની અદાલતમાં ચાલી રહી છે તપાસ

અમેરિકામાં સોશિયલ મીડિયા કંપનીઓ વિરુદ્ધ કાયદાકીય લડાઈ પણ ચાલી રહી છે. મેટા, TikTok અને Snap જેવી કંપનીઓનું પ્રતિનિધિત્વ કરતું NetChoice ઉંમરની ચકાસણી ફરજિયાત કરતા કેટલાક કાયદાને અદાલતમાં પડકારી રહ્યું છે. તેનું કહેવું છે કે આવા નિયમો યુઝર્સના સ્વતંત્ર અભિવ્યક્તિના અધિકારનું ઉલ્લંઘન કરી શકે છે. બીજી તરફ, અમેરિકી કોંગ્રેસે હજુ સુધી બાળકોને સોશિયલ મીડિયાના નુકસાનથી બચાવવા માટે કોઈ વ્યાપક સંઘીય કાયદો પસાર કર્યો નથી. માનસિક રીતે કરી રહ્યું છે બીમાર

સર્વેમાં સોશિયલ મીડિયાની બાળકો પર થતી અસરને લઈને લોકોની ચિંતા પણ સ્પષ્ટ જોવા મળી હતી. 85% અમેરિકનોનું માનવું છે કે સોશિયલ મીડિયા બાળકો માટે લત લગાડનારું બની શકે છે. લગભગ એટલી જ મોટી સંખ્યામાં લોકો તેને બાળકોના માનસિક સ્વાસ્થ્ય માટે નુકસાનકારક માને છે. જોકે, લોકો સોશિયલ મીડિયા સંપૂર્ણપણે છોડવા પણ માગતા નથી. 70% લોકોએ કહ્યું કે સોશિયલ મીડિયા પર વિતાવેલો સમય તેમને મનોરંજક લાગે છે, જ્યારે 35% લોકોએ તેને તણાવ આપનારું ગણાવ્યું હતું. 52% લોકોને લાગે છે કે તેઓ સોશિયલ મીડિયા પર જરૂરિયાત કરતાં વધુ સમય વિતાવે છે. કેટલા લોકો પર કરવામાં આવ્યો સર્વે?

આ સર્વે 4,505 અમેરિકન પુખ્ત વયના લોકો વચ્ચે ઓનલાઈન કરવામાં આવ્યો હતો અને તેમાં ભૂલની સંભવિત મર્યાદા લગભગ 2 ટકાના અંકની છે. સર્વેમાં સામેલ લોકોએ સરકારની મોટી ભૂમિકા અંગે અલગ-અલગ મત આપ્યા, પરંતુ બાળકોની સુરક્ષાના મામલે એક વાત સ્પષ્ટ રહી કે લોકો ઈચ્છે છે કે સોશિયલ મીડિયા કંપનીઓ પર થોડો વધુ અંકુશ લાદવામાં આવે. સર્વેમાં સામેલ ટેનેસીના 60 વર્ષીય જેમ્સ બોસર્ડેટે કહ્યું કે, સરકારની ભૂમિકા ઓછી હોવી જોઈએ, પરંતુ બાળકોના સોશિયલ મીડિયા ઉપયોગ પર કોઈ તો રોક લગાવવી જોઈએ. બીજી તરફ, વોશિંગ્ટન ડીસીના 34 વર્ષીય ક્રિસ્ટોફર ચેને કહ્યું કે ટેક કંપનીઓનો કિશોરો પર ખૂબ વધારે પ્રભાવ છે અને સરકારે લોકોની સુરક્ષા માટે કંઈક કરવું જોઈએ.

RELATED ARTICLES

Most Popular

Recent Comments