HomeAllગુજરાતમાં 159 તાલુકામાં વરસાદ : સિઝનનુ 73 ટકા પાણી વરસી ગયુ

ગુજરાતમાં 159 તાલુકામાં વરસાદ : સિઝનનુ 73 ટકા પાણી વરસી ગયુ

ગાંધીનગર: રાજ્યમાં વરસાદની આગાહી વચ્ચે ગુજરાત રાજ્ય ઈમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા જાહેર કરાયેલા સત્તાવાર આંકડા મુજબ, છેલ્લા 24 કલાક દરમિયાન ગુજરાતના કુલ 159 તાલુકામાં વરસાદ નોંધાયો છે. દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા ભારે હેત વરસાવી રહ્યા છે, જેમાં સૌથી વધુ વરસાદ વલસાડ તાલુકામાં નોંધાયો છે. દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર યથાવત જોવા મળી રહ્યું છે. રાજ્યમાં 13 ઓગસ્ટ સવારે 6ઃ00 વાગ્યાથી 14 ઓગસ્ટ સવારે 6ઃ00 વાગ્યા સુધી છેલ્લા 24 કલાકમાં વલસાડ જિલ્લાના વલસાડ તાલુકામાં સૌથી વધુ 87 મીમી (3.43 ઈંચ) વરસાદ નોંધાયો છે. વલસાડ જિલ્લાના અન્ય તાલુકાઓ જેવા કે કપરાડામાં 43 મીમી, ધરમપુરમાં 35 મીમી અને પારડીમાં 32 મીમી વરસાદ નોંધાયો છે.

ઉત્તર ગુજરાતમાં પણ મેઘરાજાની પધરામણી થઈ છે. બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં 62 મીમી (2.44 ઈંચ) અને ડીસામાં 43 મીમી વરસાદ નોંધાયો છે. મધ્ય ગુજરાતમાં અમદાવાદ જિલ્લાના ધંધુકામાં 50 મીમી (1.97 ઈંચ) અને ધોલેરામાં 42 મીમી વરસાદ પડ્યો હતો. મહીસાગર જિલ્લાના સંતરામપુરમાં 46 મીમી અને વીરપુરમાં 44 મીમી વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત, નવસારી જિલ્લાના ખેરગામમાં 72 મીમી (2.83 ઈંચ) અને વલસાડના નાનાપોઢામાં 69 મીમી (2.72 ઈંચ) વરસાદ વરસ્યો હતો.

રાજ્યના 159 તાલુકામાં વરસાદી ઝાપટાથી લઈને ભારે વરસાદી માહોલ જામ્યો છે. ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. ગીર સોમનાથ, જૂનાગઢ અને અમરેલી જેવા સૌરાષ્ટ્રના જિલ્લામાં પણ વરસાદ નોંધાયો છે. ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ નથી છતાં રાજસ્થાન-મધ્યપ્રદેશના બોર્ડર ભાગોમાં જોર રહ્યુ છે. આ સાથે રાજયમાં સિઝનનો કુલ વરસાદ 73 ટકાથી વધુ થઈ થઈ ગયો છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments