
મોરબી : મોરબીના “સેવા એ જ સંપત્તિ”ના ફાઉન્ડર અને રાષ્ટ્રભક્ત અજય લોરીયા દ્વારા દર વર્ષની પરંપરા જાળવી રાખીને આ વર્ષે પણ સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે 15 હજાર તિરંગાનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવશે.

દેશભક્તિની ભાવનાને જનજન સુધી પહોંચાડવાના ઉદ્દેશ સાથે યોજાનારા આ આયોજનમાં મોરબી શહેરના લોકો પોતાના ઘરે તિરંગો લહેરાવી રાષ્ટ્રપ્રેમ અને રાષ્ટ્રીય એકતાનો સંદેશ આપી શકે તે માટે તિરંગાનું વિનામૂલ્યે વિતરણ કરાશે.

આ તિરંગા વિતરણ કાર્યક્રમ તા. 15 ઓગસ્ટ, 2026ના રોજ સવારે 8 વાગ્યે મોરબીના શનાળા રોડ પર સુપર માર્કેટ પાસે યોજાશે. શહેરના નાગરિકોને આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી તિરંગો પ્રાપ્ત કરવા અને સ્વાતંત્ર્ય દિવસની ઉજવણીમાં ભાગીદાર બનવા અપીલ કરવામાં આવી છે.

કાર્યક્રમની વિગતો:

તારીખ : 15 ઓગસ્ટ, 2026

સમય : સવારે 8:00 કલાકે

સ્થળ : સુપર માર્કેટ પાસે, શનાળા રોડ, મોરબી

વિતરણ : 15,000 તિરંગા નિઃશુલ્ક

















