આ પ્રસંગે મિલ સોસાયટી વિસ્તારમાં રહેતા અને તાજેતરમાં ઇન્ડિયન એરફોર્સની ટ્રેનિંગ પૂર્ણ કરીને પરત ફરેલા પ્રિન્સરાજસિંહ ઝાલાનું સન્માન કરવામાં આવ્યું હતું. જયેન્દ્રસિંહ ઝાલા તથા તેમના સાથી મિત્રોએ પ્રિન્સરાજસિંહ ઝાલાને શાલ ઓઢાડી તેમજ રાષ્ટ્રધ્વજ અર્પણ કરી સન્માનિત કર્યા હતા.

આ પ્રસંગે ઉપસ્થિત સૌએ રાષ્ટ્રધ્વજ પ્રત્યે સન્માન વ્યક્ત કરી દેશભક્તિ અને રાષ્ટ્રીય એકતાનો સંદેશ આપ્યો હતો. ઇન્ડિયન એરફોર્સની ટ્રેનિંગ પૂર્ણ કરી પરત ફરેલા યુવાનનું સન્માન થતાં સમગ્ર વિસ્તારમાં ગૌરવ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. (તસ્વીર -અહેવાલ : અજય કાંજીયા)
























