HomeAllવીજલાઈન મુદ્દે ખેડૂતોની માંગણી મુજબ પરિપત્ર નહીં થાય તો 2027ની ચૂંટણીમાં ભાજપના...

વીજલાઈન મુદ્દે ખેડૂતોની માંગણી મુજબ પરિપત્ર નહીં થાય તો 2027ની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારને મોટા રામપર ગામમાં પ્રવેશ નહીં આપવા ખેડૂતોનો આક્રોશ

મોટા રામપર: (મહેન્દ્રપુર), તા. 14, ટંકારા તાલુકાના મોટા રામપર (મહેન્દ્રપુર) ગામના ખેડૂતો દ્વારા વીજલાઈન સંબંધિત પ્રશ્નોના નિરાકરણ અને ખેડૂતોની માંગણીઓ મુજબ જરૂરી પરિપત્ર બહાર પાડવાની માંગ સાથે સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે. ખેડૂતોનું કહેવું છે કે તેમની માંગણીઓ મુજબ પરિપત્ર કરવામાં નહીં આવે તો આગામી 2027ની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારને મોટા રામપર ગામમાં પ્રવેશ નહીં આપવામાં આવે.

ખેડૂતોના જણાવ્યા મુજબ વીજલાઈનના પ્રશ્નને લઈને લાંબા સમયથી રજૂઆતો કરવામાં આવી રહી છે. ખેડૂતોની માંગણીઓને ધ્યાને લઈ સરકાર અને સંબંધિત તંત્ર દ્વારા યોગ્ય નિર્ણય લેવામાં આવે અને સ્પષ્ટ પરિપત્ર બહાર પાડવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

ખેડૂતોએ જણાવ્યું છે કે જો સરકાર દ્વારા ખેડૂતોની માંગણીઓને સ્વીકારીને વીજલાઈન મુદ્દે યોગ્ય પરિપત્ર બહાર પાડવામાં નહીં આવે તો આગામી સમયમાં આ મુદ્દે ઉગ્ર વિરોધ કરવામાં આવશે. તેમજ 2027ની વિધાનસભા ચૂંટણી દરમિયાન મોટા રામપર (મહેન્દ્રપુર) ગામમાં ભાજપના ઉમેદવારને પ્રવેશ નહીં આપવા અંગે ખેડૂતો દ્વારા ચેતવણી આપવામાં આવી છે.

ખેડૂતોનું કહેવું છે કે વીજલાઈન સંબંધિત પ્રશ્નનો કાયમી અને ન્યાયસંગત ઉકેલ આવે તે માટે તંત્ર દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે અને ખેડૂતોની માંગણીઓ મુજબ પરિપત્ર બહાર પાડવામાં આવે, જેથી ખેડૂતોને રાહત મળી શકે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments