
બાદનપર, મોરબી : બાદનપર ગામના ખેડૂતો દ્વારા વીજલાઈન સંબંધિત પ્રશ્નોના નિરાકરણ માટે ખેડૂતોની માંગણીઓ મુજબ યોગ્ય પરિપત્ર બહાર પાડવાની માંગ કરવામાં આવી છે. ખેડૂતોનું કહેવું છે કે લાંબા સમયથી વીજલાઈનના મુદ્દે તેમની રજૂઆતો કરવામાં આવી રહી છે, પરંતુ હજુ સુધી માંગણીઓ મુજબ પરિપત્ર બનાવવામાં આવ્યો નથી.

ખેડૂતો દ્વારા સ્પષ્ટ ચીમકી ઉચ્ચારવામાં આવી છે કે જો વીજલાઈનના પ્રશ્ને ખેડૂતોની માંગણીઓ મુજબ પરિપત્ર બનાવવામાં નહીં આવે તો આગામી 2027ની વિધાનસભા ચૂંટણી દરમિયાન ભાજપના ઉમેદવારોએ બાદનપર ગામમાં પ્રચાર માટે આવવું નહીં.

ખેડૂતોના જણાવ્યા મુજબ વીજલાઈનને લઈને ખેડૂતોને પડતી મુશ્કેલીઓનું કાયમી અને યોગ્ય નિરાકરણ આવે તે જરૂરી છે. સરકાર અને સંબંધિત તંત્ર દ્વારા ખેડૂતોની માંગણીઓને ગંભીરતાથી લઈ યોગ્ય નિર્ણય કરવામાં આવે તેવી માંગ ઉઠાવવામાં આવી છે.

ગામ બાદનપર, તાલુકો મોરબી અને જિલ્લા મોરબીના ખેડૂતો દ્વારા વીજલાઈનના પ્રશ્ને પોતાની માંગણીઓ સ્વીકારી તાત્કાલિક યોગ્ય પરિપત્ર બહાર પાડવા સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવી છે.





















