HomeAllનાની કેનાલ રોડના નીલકંઠ પ્લાઝા-2 ખાતે મળેલી એક્ટિવાની ચાવી માલિક લઈ જાય

નાની કેનાલ રોડના નીલકંઠ પ્લાઝા-2 ખાતે મળેલી એક્ટિવાની ચાવી માલિક લઈ જાય

મોરબીના નાની કેનાલ રોડ પર આવેલા નીલકંઠ પ્લાઝા-2માં એક એક્ટિવાની ચાવી મળી આવી છે. ચાવી દુકાન નંબર 10 પાસે મળી હોવાનું જાણવા મળ્યું છે.

સંભવતઃ નીલકંઠ પ્લાઝા-2 ખાતે ખરીદી માટે આવેલા કોઈ ગ્રાહકની ચાવી પ્રિન્સ કટલેરી અથવા અમેરિકન સ્વીટ કોર્ન ખાતે ભૂલી ગઈ હોય અથવા ક્યાંક પડી ગઈ હોય તેવી શક્યતા છે.

જે વ્યક્તિની આ ચાવી હોય તેઓ પોતાની જૂની ચાવી સાથે લાવીને અથવા એક્ટિવાની આર.સી. બુક સહિત યોગ્ય પુરાવો રજૂ કરીને ચાવી મેળવી શકે છે.

ચાવીના સાચા માલિકને વિનંતી છે કે જરૂરી પુરાવા સાથે દુકાન નંબર 10, નીલકંઠ પ્લાઝા-2, નાની કેનાલ રોડ, મોરબી ખાતે સંપર્ક કરવો.

RELATED ARTICLES

Most Popular

Recent Comments