HomeAllમોરબી જીલ્લા રાજપૂત સમાજના નવા હોદેદારોની વરણી રવિવારે સાધારણ સભા

મોરબી જીલ્લા રાજપૂત સમાજના નવા હોદેદારોની વરણી રવિવારે સાધારણ સભા

મોરબી મોરબી જીલ્લા રાજપૂત સમાજના પ્રમુખ સહિતના હોદેદારોની મુદત પૂર્ણ થયેલ છે જેથી નવા હોદેદારોની વરણી કરવા માટે તેમજ નવા બની રહેલા સમાજ ભવનની ચર્ચા કરવા માટે આગમી રવિવારે મોરબીમાં રાજપૂત સમાજની સાધારણ સભાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં નવા હોદેદારોની વરણી કરવામાં આવશે.મોરબી જીલ્લા રાજપૂત સમાજના પ્રમુખ દશરથસિંહ ઝાલા અને મહામંત્રી મહાવિરસિંહ એન. જાડેજાએ જણાવ્યુ છે કે, મોરબી જીલ્લા રાજપૂત સમાજના હોદેદારોની ટર્મ પૂર્ણ થયેલ છે જેથી કરીને આગામી તા 23/08/ર0ર6 ને રવિવારના રોજ સાંજે 4:30 કલાકે મોરબીના વેજીટેબલ રોડ ઉપર આવેલ પંચમુખી હનુમાનજી મંદિર ખાતે સાધારણ સભા તથા કારોબારીની મીટીંગનું આયોજન કર્યું છે

જેમાં ખાસ કરીને નવા હોદેદારો એટલે કે પ્રમુખ, મહામંત્રી તથા તમામ કારોબારીના નવા સભ્યોની નિમણૂંક કરવાની છે તેમજ હાલમાં જે મહારાણી વિજય કુંવરબા સાહેબ મોરબી રાજપૂત સમાજ ભવનનું નિર્માણ કાર્ય ચાલુ હોય જેની કામકાજની ચર્ચા વિચારણા કરવાની હતી જેથી સમાજના તમામ ભાઈઓ તેમજ ખાસ કરીને સમાજભવન માટેના જે લોકો ડોનર છે. તેઓએ આ મીટીંગમાં ખાસ હજાર રહેવા માટે મોરબી જિલ્લા રાજપૂત સમાજના પ્રમુખ દશરથસિંહ ઝાલા અને મહામંત્રી મહાવિરસિંહ જાડેજાએ જણાવ્યુ છે

RELATED ARTICLES

Most Popular

Recent Comments