HomeAllજિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરે દ્વારા જિલ્લા સેવા સદન ખાતે નગર નિયોજકની કચેરીની...

જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરે દ્વારા જિલ્લા સેવા સદન ખાતે નગર નિયોજકની કચેરીની આકસ્મિક મુલાકાત

હાજરી પત્રક, ડેડ સ્ટોક રજીસ્ટર, દફતર અને રેકોર્ડની નિભાવણીની ચકાસણી કરી સમયપાલન તથા પ્રજાભિમુખ કામગીરી માટે જરૂરી સૂચનો આપ્યા

માહિતી મોરબી: ૧૮ ઓગસ્ટ, ૨૦૨૬

મોરબી જિલ્લામાં સરકારી કચેરીઓની કામગીરી વધુ ઝડપી, પારદર્શક અને શિસ્તબદ્ધ બને તે હેતુથી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરે દ્વારા જિલ્લા સેવા સદન ખાતે સ્થિત નગર નિયોજકની કચેરીની આકસ્મિક મુલાકાત લેવામાં આવી હતી.

આ મુલાકાત દરમિયાન જિલ્લા કલેક્ટરે નગર નિયોજકની કચેરીની કામગીરીનું રૂબરૂ નિરીક્ષણ કરી કચેરીના હાજરી પત્રકની ચકાસણી કરી હતી. તેમણે અધિકારીઓ અને કર્મચારીઓની સમયસર હાજરી તથા કચેરીમાં વહીવટી શિસ્ત જળવાઈ રહે તે અંગે જરૂરી સૂચનાઓ આપી હતી.

કલેક્ટર દ્વારા સરકારી માલ-મિલકતના હિસાબો દર્શાવતા ડેડ સ્ટોક રજીસ્ટર, દફતર નિભાવણી, રેકોર્ડ રૂમ તેમજ વિવિધ શાખાઓની કામગીરીની ઝીણવટભરી તપાસ કરવામાં આવી હતી.

કચેરીમાં આવતા અરજદારોના કામોનો સમયસર નિકાલ થાય અને પ્રજાને સરકારી સેવાઓ સરળતાથી મળી રહે તે માટે તેમણે સંબંધિત અધિકારીઓ અને કર્મચારીઓને પ્રજાભિમુખ અભિગમ સાથે કામગીરી કરવા જરૂરી માર્ગદર્શન અને સૂચનો આપ્યા હતા.

RELATED ARTICLES

Most Popular

Recent Comments