HomeAllસ્ટેટ બેન્કમાં હવે ચારથી વધુ રોકડ ઉપાડ પર ચાર્જ વસુલાશે

સ્ટેટ બેન્કમાં હવે ચારથી વધુ રોકડ ઉપાડ પર ચાર્જ વસુલાશે

મુંબઈ: દેશની મોખરાની રાષ્ટ્રીયકૃત સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડીયાએ હવે તેના બચત ખાતા (સેવિંગ્સ એકાઉન્ટ)ના ગ્રાહકોને આંચકો આપ્યો છે. બેન્કના સેવિંગ ખાતેધારક ઓનલાઈન કે બ્રાન્ચમાંથી રોકડા વધુમાં વધુ ચાર વખત કેશ ટ્રાન્ઝેકશન (રોકડ ઉપાડ) કરી શકશે અને ત્યારબાદના દરેક વ્યવહારો પર રૂા.15નો ચાર્જ તથા 18% જીએસટી વસુલાશે.

આ વ્યવહારોમાં ફકત બ્રાન્ચમાંથી નહી એટીએમ કે અન્ય રીતે રોકડ રકમ ઉપાડવામાં આવે તેના પર પણ લાગશે જેના કારણે ગ્રાહકો હવે રોકડ ઉપાડ સમયે ચિંતા કરવી પડશે. અત્યાર સુધી મફત વ્યવહારોમાં અનેક પ્રકારના વ્યવહારો આવતા ન હતા પણ 1 ઓકટોબરથી બ્રાન્ચ કે ડીજીટલ રીતે ઉપાડ તમામ રીતે એક જ પ્રકારની કેટેગરીમાં મુકી દેવામાં આવ્યા છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments