HomeAllજલ્દી કરો, રાંધણગેસની e-KYC પ્રક્રિયા પૂર્ણ કરવાના હવે માત્ર બે દિવસ બાકી

જલ્દી કરો, રાંધણગેસની e-KYC પ્રક્રિયા પૂર્ણ કરવાના હવે માત્ર બે દિવસ બાકી

રાંધણગેસનું: જોડાણ ધરાવતા ગ્રાહકો માટે ઈ-કેવાયસીની પ્રક્રિયા પૂર્ણ કરવી ફરજિયાત છે. ઇન્ડેન, ભારત ગેસ અને એચપી ગેસના ગ્રાહકો માટે ઈ-કેવાયસી પૂર્ણ કરવાની સમયમર્યાદા ૨૩ ઓગસ્ટ નક્કી કરવામાં આવી છે. રાંધણગેસનું જોડાણ ધરાવતા ગ્રાહકો માટે ઈ-કેવાયસીની પ્રક્રિયા પૂર્ણ કરવી ફરજિયાત છે. ઇન્ડેન, ભારત ગેસ અને એચપી ગેસના ગ્રાહકો માટે ઈ-કેવાયસી પૂર્ણ કરવાની સમયમર્યાદા ૨૩ ઓગસ્ટ નક્કી કરવામાં આવી છે. જે ગ્રાહકોએ હજુ સુધી ઈ-કેવાયસી કરાવ્યું નથી તેમની પાસે આ પ્રક્રિયા પૂર્ણ કરવા માટે હવે માત્ર બે દિવસનો સમય બાકી છે.

નક્કી કરેલી સમયમર્યાદામાં ઈ-કેવાયસી પૂર્ણ નહીં કરાવનાર ગ્રાહકોને નવો ગેસ સિલિન્ડર બુક કરાવવામાં મુશ્કેલી પડી શકે છે અને મળવાપાત્ર સબસિડી પર પણ અસર થઈ શકે છે. ઈ-કેવાયસી કેવી રીતે કરશો?

ઈ-કેવાયસી કરવા માટે ગ્રાહક પાસે ગેસ જોડાણ સાથે નોંધાયેલો મોબાઇલ નંબર, ૧૬ અંકનો રાંધણગેસ ઓળખ નંબર અથવા ગ્રાહક નંબર હોવો જરૂરી છે. આધાર દ્વારા ચહેરાની ઓળખની ખરાઈ કરવા માટે મોબાઇલમાં ‘આધાર ફેસઆરડી’ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે.ઇન્ડેનના ગ્રાહકો માટે

‘ઇન્ડિયનઓઇલ વન’ એપ્લિકેશન ડાઉનલોડ કરીને નોંધાયેલા મોબાઇલ નંબરથી પ્રવેશ કરો. ત્યાર બાદ ઈ-કેવાયસીનો વિકલ્પ પસંદ કરી આધાર માટે સંમતિ આપો. પછી ‘આધાર ફેસઆરડી’ એપ્લિકેશનની મદદથી ચહેરો સ્કેન કરીને ઓળખની ખરાઈ પૂર્ણ કરો.

ભારત ગેસના ગ્રાહકો માટે : ‘હેલો બીપીસીએલ’ એપ્લિકેશન ખોલીને મોબાઇલ નંબર પર આવેલા એક વખતના ગુપ્ત સંકેતની મદદથી પ્રવેશ કરો. ત્યાર બાદ તમારું ગેસ જોડાણ પસંદ કરી ઈ-કેવાયસી વિભાગમાં જાઓ. સ્ક્રીન પર આપવામાં આવતી સૂચનાઓ પ્રમાણે પ્રક્રિયા પૂર્ણ કરો.

RELATED ARTICLES

Most Popular

Recent Comments